• અફઘાનિસ્તાન સામેની સીરીઝમા ઈશાન કિશનને ન મળી તક
  • ઈશાન કિશન સાઉથ આફ્રિકાના પ્રવાસ પછી ગાયબ
  • ઈશાનની કારકિર્દી પર લગાવામા આવ્યા અનેક પ્રકારના દાવા

ભારતીય ખેલાડી ઈશાન કિશન ઘણા સમયથી ટીમની બહાર છે. આ ખેલાડી અફઘાનિસ્તાન સામેની સિરીઝમા પણ જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. જ્યારે અફઘાનિસ્તાન સામેની સીરીઝમા રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમમાં પરત આવ્યા છે. વાસ્તવમાં ઈશાન કિશન પર અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. આ દાવાઓ કેટલા સાચા છે? તે જાણવા જેવુ છે.

અફઘાનિસ્તાન સામેની સીરીઝમા પણ નહી રમે ઈશાન કિશન

અફઘાનિસ્તાન સામેની સીરીઝ માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયામાં પરત લેવામા આવ્યા છે. જ્યારે ઈશાન કિશનને ટીમમાં જગ્યા મળી નથી. ઈશાન કિશન ઘણા સમયથી ટીમમાં જોવા મળતા નથી. આ સમયે આ વિકેટકીપર બેટ્સમેન ક્યાં છે તે કોઇને ખબર નથી. ઈશાન કિશનને લઈ અનેક પ્રકારના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. માનવામાં આવે છે કે ઇશાન કિશને સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન માનસિક થાકને કારણે BCCI જોડે રજા માગી હતી, ત્યાર બાદ સ્થિતિ વધુ ખરાબ થવા લાગી હતી.

શું છે ઈશાન કિશન સાથે સંબંધિત મામલો?

BCCI ઈશાન કિશનને લઈ ખૂબ જ કડક છે. તેમણે જીતેશ શર્મા અને સંજુ સેમસન પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જે પછી ઈશાન કિશન માટે રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. મળતી માહિતી અનુસાર ઈશાન કિશને માનસિક થાકને કારણે રજા માંગી હતી, ત્યાર બાદ તેની સ્થિતિ વધુ ખરાબ થવા લાગી હતી. પરંતુ તેના નજીકના લોકોનું માનવું છે કે ઈશાન કિશન જેવો વિકેટકીપર બેટ્સમેન સતત બેન્ચ પર બેસી રહ્યો હતો. પણ તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું. જે બાદ હતાશ થઇ ઈશાન કિશને અસંવેદનશીલતા દર્શાવી હતી. એવું પણ કહેવામાં આવે છે કે ઇશાન કિશન તેની પસંદગી સાથે જોડાયેલા પ્રશ્નોને યોગ્ય ભાવનાથી લઈ રહ્યો ન હતો.

સાઉથ આફ્રિકાના પ્રવાસથી સ્થિતિ વધુ ખરાબ બની

ઇશાન કિશનને સતત તક ન મળવાથી નારાજ થયો હતો. વર્લ્ડ કપ પછી ઈશાન કિશન ઓસ્ટ્રેલિયા સિરીઝમાંથી બહાર રહેવા માંગતો હતો, પરંતુ BCCIએ તેની વાત પર ધ્યાન આપ્યું ન હતું. તેને ઓસ્ટ્રેલિયા સિરીઝની છેલ્લી 2 મેચોમા આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં તે ટીમ સાથે જ રહ્યો. તે પછી ઈશાન કિશન સાઉથ આફ્રિકાના પ્રવાસમા ના જઈ ટેસ્ટ સિરીઝમા રમવા માંગતો હતો. જોકે આ વખતે પણ BCCIએ ઈશાન કિશનની વાત પર ધ્યાન આપ્યું ન હતું. સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ઈશાન કિશને ટીમ મેનેજમેન્ટને કહ્યું કે તે ઘરે જવા માંગે છે. BCCIએ તેને ટેસ્ટ ટીમમાંથી મુક્ત પણ કર્યો. પરંતુ તે ઘરે જવાના બદલે દુબઈ ગયો હતો. જ્યાં તે પાર્ટી કરતા જોવા મળ્યો હતો.

ઋતુરાજ ગાયકવાડની ઈજા છતાં ઈશાન કિશનને ન મળ્યું સ્થાન

મળતી માહિતી અનુસાર ઈશાન કિશન અફઘાનિસ્તાન સીરીઝમાં રમવા માંગતો હતો. પરંતુ સીરીઝ માટે તેની પસંદગી કરવામાં આવી ન હતી. BCCI ઈશાન કિશનને લઈ ખૂબ જ કડક છે, તેથી ઋતુરાજ ગાયકવાડ ઈજાગ્રસ્ત હોવા છતાં પણ ઈશાન કિશનને પસંદ કરવામાં આવ્યો ન હતો. આ કારણોસર ઈશાન કિશનને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં પણ તક મળવાની શક્યતાઓ ઘણી ઓછી છે. કેએલ રાહુલને ઈશાન કિશનની જગ્યાએ પસંદ કરવામાં આવી શકે છે.

  • Follow us on: