- દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સિરીઝ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે
- દક્ષિણ આફ્રિકાએ આ વખતે બે અનકેપ્ડ ખેલાડીઓનો સમાવેશ કર્યો છે
- ટીમનો કેપ્ટવ એડન માર્કરામને બનાવવામાં આવ્યો છે
સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ સામે ત્રણ મેચની ટી20 સિરીઝ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકાની ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. ટી20 ટીમની કમાન ફરી એકવાર એડન મેકક્રામના હાથમાં છે. આ સિરીઝમાં ઘણા મોટા ખેલાડીઓને સ્થાન મળ્યું નથી. દક્ષિણ આફ્રિકાએ પહેલા વખત ક્વેન મફાકાનો પણ સમાવેશ કર્યો છે. તે આઈપીએલ 2024માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતો.
ઘણા દિગ્ગજ ખેલાડીઓને ન મળી જગ્યા
દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સિરીઝ માટે ઘણા દિગ્ગજ ખેલાડીઓને સામેલ કર્યા નથી. ટીમમાં ક્વિન્ટન ડી કોક, એનરિક નોર્ખિયા, તબરેઝ શમ્સી અને કાગીસો રબાડા જેવા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું નથી.
આ ખેલાડીઓની પસંદગી અંગે દક્ષિણ આફ્રિકાની ટીમની પસંદગી સમિતિના સભ્ય વોલ્ટરે કહ્યું, 'ઘણા ખેલાડીઓના નામ પર વિચાર કરવામાં આવ્યો નથી. આ માટે ઘણા કારણો જવાબદાર છે. કેટલાક ખેલાડીઓ હાલમાં ઈજાગ્રસ્ત છે અને કેટલાકના વર્કલોડને મેનેજ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બે અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા
દક્ષિણ આફ્રિકાએ આ સિરીઝ માટે જેસન સ્મિથને પણ ટીમમાં સામેલ કર્યો છે. તેને ટી20 ચેલેન્જ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને ફાઈનલ મેચમાં 51 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય આ ટૂર્નામેન્ટમાં તેને 41.57ની એવરેજ અને 134.10ની સ્ટ્રાઈક રેટથી 291 રન બનાવ્યા હતા. તે મિડિયમ પેસર પણ છે.
તેના સિવાય ક્વેન મફાકાને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. તેને અન્ડર19 વર્લ્ડકપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને 9.71ની એવરેજથી 21 વિકેટ લીધી હતી. તેના પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ મળ્યો હતો. તેની સરખામણી રબાડા સાથે કરવામાં આવે છે.
ટી20 સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ
એડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, નંદ્રે બર્ગર, ડોનોવન ફરેરા, બ્યોર્ન ફોર્ટ્યુઈન, રેઝા હેન્ડ્રીક્સ, પેટ્રિક ક્રૂગર, ક્વેના મફાકા, વિયાન મુલ્ડર, લુંગી એનગીડી, રેયાન રેકિલ્ટન, જેસન સ્મિથ, ટ્રીસ્ટન સ્ટબ્સ, રાસી વૈન ડેર ડુસેન, લિઝાડ વિલિયમ્સ.