- રવિ શાસ્ત્રીએ બોર્ડર-ગાવસ્કર સિરીઝને લઈને કરી ભવિષ્યવાણી
- પેટ કમિન્સની આગેવાની ઓસ્ટ્રેલિયા આક્રમક દેખાશે
- ભારત પાસે બોર્ડર-ગાવસ્કર સિરીઝ હેટ્રિક જીતવાની મોટી તક
ભારતીય ક્રિકેટ ટીમ વર્ષના અંતમાં બોર્ડર-ગાવસ્કર સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા યજમાન ટીમ સાથે 5 ટેસ્ટ મેચોની સિરીઝ રમશે. આ પ્રવાસમાં હજુ સમય બાકી છે તેમ છતાં બન્ને દેશો તરફથી ભાષણબાજી શરૂ થઈ ગઈ છે. હાલમાં જ રિકી પોન્ટિંગે કહ્યું કે, આ સિરીઝ ઓસ્ટ્રેલિયા 3-1થી પોતાના નામે કરી શકે છે. પોન્ટિંગના નિવેદન બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ બોર્ડર-ગાવસ્કર સિરીઝને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે.
ઓસ્ટ્રેલિયાએ ભારતને છેલ્લે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હરાવ્યું હતું
શાસ્ત્રીનું માનવું છે કે, ભારતીય ટીમ ફરી એકવાર ઓસ્ટ્રેલિયાને હરાવી સિરીઝ જીતશે. નોંધનીય છે કે, ભારતે છેલ્લી બે સિરીઝ જીતી છે અને 2015થી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર પોતાનો યોજી છે. ઓસ્ટેલિયાને છેલ્લી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું એટલે રવિ શાસ્ત્રીને લાગે છે કે પેટ કમિન્સની આગેવાની હેઠળની ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ પોતાના નામે કરવા માગશે.
ભારત જીતની હેટ્રિક કરશે
નવા કોચનો સાથ ટીમ ઈન્ડિયાને મળવાથી રવિ શાસ્ત્રીને આશા છે કે ભારત બોર્ડર-ગાવસ્કર શ્રેણી જીતવાની હેટ્રિક ફટકારશે. ICC સાથે વાત કરતા શાસ્ત્રીએ કહ્યું, "ઓસ્ટ્રેલિયામાં પાંચ ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી એક રોમાંચક મુકાબલો બનવા જઈ રહ્યો છે; યાદ રાખો, ભારતે છેલ્લા બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને બે વખત હરાવ્યું છે અને ઓસ્ટ્રેલિયા લગભગ એક દાયકાથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝ જીતી ચૂક્યું નથી અને તેથી જ છેલ્લા પાંચ-આઠ વર્ષથી ટેસ્ટ મેચ ક્રિકેટના આ બે દિગ્ગજો વચ્ચેના મુકાબલાની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યું છે.
ઓસ્ટ્રેલિયા ટીમ આક્રમક જોવા મળશે
રવિ શાસ્ત્રી વધુમાં કહ્યું કે, તે એક શાનદાર સિરીઝ થવા જઈ રહી છે અને ભારત પાસે હેટ્રિક મેળવવાની મોટી તક છે કારણ કે તેમના બોલરો ફિટ છે અને જો તેઓ સારી બેટિંગ કરી શકે છે, તો તેઓ ફરી એકવાર ઓસ્ટ્રેલિયાને હરાવી શકે છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયા મજબૂત ટીમ ઈન્ડિયા સામે હોમ ગ્રાઉન્ટ પર જીત મેળવવા અને બદલો લેવા માટે ભૂખ્યા છે. તેણે ઓસ્ટ્રેલિયન બોલિંગ આક્રમણની પણ પ્રશંસા કરી અને કહ્યું કે, તે ભારત માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. શાસ્ત્રીએ કહ્યું, "આપણે જાણીએ છીએ કે ઓસ્ટ્રેલિયા બદલો લેવા માગે છે. તેઓ જીત માટે તરસ્યા હશે, ઓસ્ટ્રેલિયા ભારતીય ટીમને હરાવવાનો પ્રયાસ કરશે કારણ કે તેઓ ઓસ્ટ્રેલિયામાં બે વખત હારી ચૂક્યા છે.