• BCCIએ દુલીપ ટ્રોફી 2024-25ના પ્રથમ રાઉન્ડ માટે ટીમોની જાહેરાત કરી
  • ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડ માટે ચાર ટીમોની જાહેરાત કરવામાં આવી છે
  • ટુર્નામેન્ટ 5 સપ્ટેમ્બર 2024થી આંધ્રપ્રદેશના અને બેંગલુરુમાં શરૂ થશે

BCCI મેન્સ સિલેક્શન કમિટીએ બુધવારે દુલીપ ટ્રોફી 2024-25ના પ્રથમ રાઉન્ડ માટે ટીમોની જાહેરાત કરી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલી દુલીપ ટ્રોફીમાં નહીં રમે. અગાઉના અહેવાલો અનુસાર એવું કહેવામાં આવ્યું હતું કે, બંને ખેલાડીઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રમી શકે છે. આ ટુર્નામેન્ટ 5 સપ્ટેમ્બર 2024થી આંધ્રપ્રદેશના અનંતપુર અને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગલુરુમાં શરૂ થશે.

આ ખેલાડીઓને સોંપાઈ ટીમની કમાન

ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડ માટે ચાર ટીમોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ટીમ-એના કેપ્ટન શુભમન ગિલ, ટીમ-બીના કેપ્ટન અભિમન્યુ ઇશ્વરન, ટીમ-સીના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ અને ટીમ-ડીના કેપ્ટન શ્રેયસ અય્યરને બનાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે સિનિયર ખેલાડી કેએલ રાહુલને કોઈ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો નથી.

આ સિનિયર ખેલાડીઓનો સમાવેશ

સિનિયર ખેલાડી અને T20 વર્લ્ડકપ બાદ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્ત થયેલા રવિન્દ્ર જાડેજા આ ટૂર્નામેન્ટ રમતા જોવા મળશે. રવિન્દ્ર જાડેજા ટીમ-બીનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. જેના કેપ્ટન અભિમન્યુ ઇશ્વરન હશે. મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, રિષભ પંત અને ઉમરાન મલિક જેવા ખેલાડીઓ પણ અલગ-અલગ ટીમનો ભાગ બની ગયા છે.

દુલીપ ટ્રોફી માટે ચાર ટીમની જાહેરાત

ટીમ A: શુભમન ગિલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએલ રાહુલ, તિલક વર્મા, શિવમ દુબે, તનુષ કોટિયન, કુલદીપ યાદવ, આકાશ દીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ખલીલ અહેમદ, આવેશ ખાન, વિઘ્વથ કાવેરપ્પા, કુમાર કુશાગ્ર , શાસ્વત રાવત.

ટીમ B: અભિમન્યુ ઈશ્વરન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટકીપર), મુશીર ખાન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, યશ દયાલ, મુકેશ કુમાર, રાહુલ ચહર, આર સાઈ કિશોર, મોહિત અવસ્થી, એન જગદીસન.

ટીમ C: રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સાઈ સુદર્શન, રજત પાટીદાર, અભિષેક પોરેલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, બાબા ઈન્દરજીત, ઋત્વિક શૌકીન, માનવ સુથાર, ઉમરાન મલિક, વિજયકુમાર વયષ્ક, અંશુલ ખંભોજ,

મયંક માર્કંડે, આર્યન ઝુયાલ, સંદીપ વોરીયર

ટીમ D: શ્રેયસ ઐયર (કેપ્ટન), અથર્વ તાયડે, યશ દુબે, દેવદત્ત પડિકલ, ઈશાન કિશન (વિકેટકીપર), રિકી ભુઈ, સારંશ જૈન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, આદિત્ય ઠાકરે, હર્ષિત રાણા, તુષાર દેશપાંડે, આકાશ સેનગુપ્તા, કેએસ ભરત, સૌરભ કુમાર.

  • Follow us on: