- ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ સાથે સિરીઝ રમશે
- જ્યોર્જ બેઈલીએ તેની વાપસીને લઈને મોટું નિવેદન આપ્યું
- વોર્નર ચેમ્પિયન્સ ટ્રોફી માટે અમારી યોજનાનો ભાગ નથી
T20 વર્લ્ડકપ 2024 બાદ ક્રિકેટમાં ઘણો બદલાવ આવ્યો છે. ઘણા દિગ્ગજ ખેલાડીઓએ નિવૃત્તિ લઈ લીધી છે. આ સિરીઝમાં એક નામ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નરનું છે. ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ કહ્યું છે કે જો ટીમને તેની જરૂર પડશે તો તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વાપસી કરી શકે છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના પસંદગીકાર જ્યોર્જ બેઈલીએ તેની વાપસીને લઈને મોટું નિવેદન આપ્યું છે.
વોર્નરના ભવિષ્યને લઈને મોટું નિવેદન
ડેવિડ વોર્નરના ભવિષ્યને લઈને ઓસ્ટ્રેલિયવેદનન ક્રિકેટ ટીમના સિલેક્ટર જ્યોર્જ બેઈલીએ કહ્યું, 'મારી સમજ પ્રમાણે ડેવિડ વોર્નરે નિવૃત્તિ લઈ લીધી છે. તે અમારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે અમારી યોજનાનો ભાગ નથી તેણે આગળ કહ્યું, 'તમે ક્યારેય જાણતા નથી કે તે ક્યારે મજાક કરે છે. અમારું ધ્યાન અત્યારે ભવિષ્ય પર છે. આ કારણોસર, અમે સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ માટે T20I ટીમમાં કૂપર કોનોલી અને જેક ફ્રેઝર-મેકગર્કને તક આપી છે.
આ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો
આ સીરીઝ માટે મેથ્યુ વેડને પણ ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. આ સિવાય મિચેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલને T20 સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ આ સિરીઝ માટે યુવા ખેલાડીઓને તક આપી છે. એવું લાગે છે કે ઓસ્ટ્રેલિયન પસંદગીકારોએ 2026માં યોજાનારા T20 વર્લ્ડકપની તૈયારી શરૂ કરી દીધી છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં વધુ યુવા ખેલાડીઓ રમતા જોવા મળી શકે છે.
ઓસ્ટ્રેલિયાની T20 ટીમ
મિશેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, નાથન એલિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, કેમેરોન ગ્રીન, ટિમ ડેવિડ, જોશ હેઝલવુડ, એરોન હાર્ડી, એડમ ઝમ્પા, સ્પેન્સર જોન્સન, માર્કસ સ્ટોઈનીસ, જોશ ઈંગ્લીસ.
ઓસ્ટ્રેલિયાની ODI ટીમ
મિશેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, જેક ફ્રેઝર-મેકગર્ક, એલેક્સ કેરી, માર્નસ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, સીન એબોટ, નાથન એલિસ, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લીસ, એડમ ઝમ્પા, મેથ્યુ શોર્ટ, મિચેલ સ્ટાર્ક.