• થનારા T20 વર્લ્ડ કપ 2024ને લઈને મોટુ કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે
  • મેચનો સમય જાહેર થતાં જ ચાહકોમાં ભારે કન્ફ્યુઝન ઊભું થયું
  • પ્રથમ મેચની તારીખ 2 જૂન બતાવવામાં આવી છે

વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ દ્વારા આયોજિત થનારા T20 વર્લ્ડ કપ 2024ને લઈને મોટી કન્ફ્યુઝન જોવા મળી રહી છે. જ્યારે ICCએ તેનું શેડ્યૂલ જાહેર કર્યું હતું, તે 1 જૂનથી શરૂ થવાનું હતું. ફાઇનલ મેચ 29 જૂને રમાવાની હતી. મેચનો સમય જાહેર થતાં જ ચાહકોમાં ભારે કન્ફ્યુઝન ઊભુ થયુ હતું. લોકો ભ્રમિત થઈ ગયા કે ટુર્નામેન્ટ 2 જૂનથી શરૂ નથી થઈ રહી. ICC મુજબ એવું કંઈ નથી, પરંતુ શેડ્યૂલ પર નજર કરીએ તો પ્રથમ મેચની તારીખ 2 જૂન બતાવવામાં આવી છે. આ અંગે ચાહકો કન્ફ્યુઝનમાં મુકાઈ ગયા હતા.

કેમ થયું કન્ફઝન?

તમને જણાવી દઈએ કે મેચોના સમયને કારણે આ કન્ફ્યુઝન ઊભુ થયું છે. વાસ્તવમાં ટૂર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં આયોજિત થવાની છે. અહીંનો સમય ભારતીય સમય કરતાં લગભગ 10.30 કલાક પાછળ છે. જેના કારણે આ કન્ફ્યુઝન ઉભુ થયું છે. ભારતીય દર્શકો આ ટુર્નામેન્ટના સમયપત્રક અને સમયને લઈને સૌથી વધુ કન્ફ્યુઝનમાં છે. આ કન્ફ્યુઝનમાં એ પણ જોવામાં આવી રહ્યું છે કે વર્લ્ડ કપમાં ત્રણ કે અમુક દિવસોમાં ચાર મેચ પણ રમાશે. આ એટલા માટે છે કારણ કે તે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએના સમય અનુસાર યોગ્ય છે, પરંતુ તે ભારતીય સમય કરતાં આગળ છે.

ભારતીય સમય અનુસાર 2 જૂને રમાશે પહેલી મેચ

આ કારણોસર ભારતમાં દર્શકો ટુર્નામેન્ટની પ્રથમ મેચ 2 જૂને સવારે 6 વાગ્યે જોઈ શકશે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ મુજબ તેનું લોકલ ટાઈમિંગ પરફેક્ટ છે. પ્રથમ મેચ યુએસએના ડલાસમાં રમાશે અને મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. આ કારણોસર, મેચ ભારતમાં તેના સાડા 10 કલાક આગળ એટલે કે 2 જૂને સવારે 6 વાગ્યે થશે. જેના કારણે આ કન્ફ્યુઝન ઉભુ થયું છે.

એક દિવસમાં 3 કે 4 મેચો થશે!

ભારતીય સમય અનુસાર એટલી બધી ગૂંચવણ છે કે એક દિવસે યુએસએ કે વેસ્ટ ઈન્ડિઝમાં નાઈટ મેચ અને બીજા દિવસે સવારની મેચો થશે. તો ભારતમાં એક દિવસમાં ચાર મેચ રમાશે. ઉદાહરણ તરીકે, જો વેસ્ટ ઈન્ડિઝમાં રાત્રે બે મેચો યોજાઈ રહી છે, એક સાંજે 6.30 વાગ્યે અને બીજી સાંજે 7.30 વાગ્યે. આ મેચો બીજા દિવસે સવારે 5 અને 6 વાગ્યે ભારતમાં આવશે. તે જ દિવસની મેચો જે બીજા દિવસે વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે તે જ દિવસે રાત્રે 8 અને 10.30 કલાકે ભારતમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે. એક દિવસમાં આવી ત્રણ કે ચાર મેચો થશે. ભારતીય સમય અનુસાર 4, 6, 9, 12, 14 અને 17 જૂને ત્રણ-ત્રણ મેચ રમાશે. 8 અને 15 જૂને ભારતીય સમય અનુસાર એક દિવસમાં ચાર મેચો યોજાશે.

  • Follow us on: