• મહિલા એશિયા કપ 2024માં આજે ટીમ ઈન્ડિયા નેપાળ સામે ટકરાશે
  • ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સેમિફાઈનલમાં પોતાનો પ્રવેશ નિશ્ચિત કરવા ઈચ્છશે
  • નેપાળ પણ સેમીફાઈનલની રેસમાં રહેવા માટે આ મેચ જીતવાનો પ્રયાસ કરશે

મહિલા એશિયા કપ 2024માં આજે ટીમ ઈન્ડિયાનો સામનો નેપાળ ક્રિકેટ ટીમ સાથે થશે. બંને ટીમો પ્રથમ વખત એકબીજા સામે રમતા જોવા મળશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સેમિફાઈનલમાં પોતાનો પ્રવેશ નિશ્ચિત કરવા ઈચ્છશે, જ્યારે નેપાળ પણ સેમીફાઈનલની રેસમાં રહેવા માટે દરેક પાસાઓથી આ મેચ જીતવાનો પ્રયાસ કરશે. ટીમ ઈન્ડિયાએ એશિયા કપની 8માંથી 7 આવૃત્તિમાં ખિતાબ જીત્યો છે. આ વખતે પણ ટીમ ઈન્ડિયા ઈતિહાસ રચવા તરફ આગળ વધી રહી છે.

કેવી રહી છે બંને ટીમની સફર?

હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી પોતાની બંને મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ પહેલી મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે અને બીજી મેચમાં યુએઈને 78 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા 2 મેચમાં 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ટીમનો નેટ રન રેટ પણ સારો છે. જો ટીમ ઈન્ડિયા આ મેચ હારી જાય તો પણ સેમિફાઈનલમાં તેનો પણ રસ્તો મુશ્કેલ નહીં હોય. જો ભારત મોટા માર્જિનથી મેચ હારે છે તો તે શક્યતાઓ બદલાય શકે છે.

 

નેપાળે તેની પહેલી મેચમાં યુએઈને 6 વિકેટથી હરાવીને આ ટુર્નામેન્ટમાં મોટો અપસેટ સર્જ્યો હતો અને એશિયા કપમાં પહેલી વખત વિજયનો મેળવ્યો. બીજી મેચમાં પાકિસ્તાન સામે ટીમને 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. નેપાળ 2 મેચમાં 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ટીમનો નેટ રન રેટ માઈનસમાં છે. સેમિફાઈનલમાં પહોંચવા માટે ટીમને જીતવી જરૂરી છે.

તમે મેચ કેવી રીતે જોઈ શકશો?

ભારત અને નેપાળ વચ્ચેની આ મેચ આજે સાંજે 7 વાગ્યે શ્રીલંકાના દાંબુલા શહેરમાં સ્થિત રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતમાં, આ મેચ ડિઝની પ્લસ હોટસ્ટાર એપ્લિકેશન અથવા વેબસાઇટ પર મફતમાં જોઈ શકાય છે. તે જ સમયે, સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ મેચનો આનંદ પણ લઈ શકાશે.

 

ભારતની સંભવિત પ્લેઈંગ-11

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, તનુજા કંવર, રેણુકા સિંહ ઠાકુર, આશા શોભના અને અરુંધતી રેડ્ડી.


  • Follow us on: