• ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપની ટ્રોફી જીતીને દેશને ગૌરવ અપાવ્યું
  • મહિલા ટીમ પણ શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે
  • ટીમ ઈન્ડિયાએ એશિયા કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપની ટ્રોફી જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. ભારતીય પુરુષ ટીમ બાદ હવે મહિલા ટીમ પણ શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાએ એશિયા કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં નેપાળને 82 રને હરાવીને પ્રથમ સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ પાકિસ્તાનની ટીમે પણ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. પાકિસ્તાને UAEને 10 વિકેટે હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. જો કે સેમીફાઈનલની બાકીની બે ટીમો હજુ નક્કી થઈ નથી. આ માટે બાંગ્લાદેશ-મલેશિયા અને શ્રીલંકા-થાઈલેન્ડ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.

ફાઇનલમાં થઇ શકે છે ટક્કર

જો ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન પોતપોતાની સેમીફાઈનલ મેચ જીતે છે તો બંને ટીમો ફાઈનલમાં સામસામે આવી શકે છે. આ રીતે ચાહકો ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્પર્ધાનો રોમાંચ જોઈ શકશે. પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેલી ટીમ ઈન્ડિયાનો મુકાબલો સેમિફાઈનલમાં બાંગ્લાદેશ સામે થઈ શકે છે.


ક્યારે રમાશે ફાઈનલ મેચ

એશિયા કપની ફાઈનલ મેચ 28 જુલાઈએ શ્રીલંકાના દામ્બુલામાં રમાશે. આ મેચ બપોરે 3 વાગ્યાથી રમાશે. જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચે છે તો આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનાર T20 વર્લ્ડકપ પહેલા તે એક મોટી ઉપલબ્ધિ હશે.

એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો દબદબો

તમને જણાવી દઈએ કે મહિલા એશિયા કપ ટૂર્નામેન્ટમાં ભારતનો દબદબો છે. ભારતે અત્યાર સુધી તેની તમામ 3 મેચ રમી છે. જેમાં શાનદાર જીત નોંધાવી છે. આ રીતે ભારતીય ટીમ એશિયા કપ ટૂર્નામેન્ટ જીતવાની પ્રબળ દાવેદાર છે. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારતીય ટીમે 7 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી.


આ પછી તેઓએ UAEને 78 રને અને નેપાળને 82 રને હરાવીને ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા હતા. જ્યારે પાકિસ્તાને નેપાળ અને UAE સામે જીત નોંધાવી છે. બીજા ગ્રુપમાંથી શ્રીલંકાની ટીમ સેમીફાઈનલમાં પહોંચવાની દાવેદાર છે. 2 મેચ જીત્યા બાદ તેના 4 પોઈન્ટ છે અને તે હજુ પણ ટોપ પર છે. બીજા સ્થાન માટે થાઈલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.

  • Follow us on: