• અક્ષર પટેલે સૂર્યકુમાર યાદવને બોલિંગ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા
  • અક્ષર પટેલે ભારતની ટીમના નવા કેપ્ટન સૂર્યાની પ્રશંસા કરી
  • સૂર્યકુમાર યાદવ શ્રીલંકા સામેની ટી20 સિરીઝ માટે ભારતના કેપ્ટન બન્યા

ભારતીય ટીમ અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી ત્રણ મેચની T20I સિરીઝ શરૂ થવાની છે. આ સિરીઝ માટે સૂર્યકુમાર યાદવને ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાના સ્થાને સૂર્યાને ટી20 ટીમની કમાન સોંપવામાં આવી હતી.

હાર્દિકને સુકાનીપદ ન આપવાને લઈને અનેક સવાલો ઉભા થયા હતા, પરંતુ સૂર્યાને કેપ્ટનશીપની જવાબદારી મળતા ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ ખુશ છે, આ વાતનો ખુલાસો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે કર્યો છે. અક્ષરે સૂર્યાને ભારતીય ટીમનો નવો કેપ્ટન બનાવવા માટે સમર્થન આપ્યું હતું અને તેને બોલરોનો કેપ્ટન કહ્યો હતો.

અક્ષર પટેલે જણાવ્યું કેવું છે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમનું વાતાવરણ

અક્ષર પટેલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે મેં સૂર્યકુમાર સાથે ઘણો સમય વિતાવ્યો છે. સૂર્યાભાઈ ખુશખુશાલ વ્યક્તિ છે. તે વાતાવરણને જીવંત રાખે છે, કોઈની કોપી કરવાનું અને આવી રમુજી વસ્તુઓ કરવાનું પસંદ કરે છે. હું જાણું છું કે તે વાતાવરણ શાંત રાખશે.

તમને જણાવી દઈએ કે અક્ષર પટેલ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાયેલી પાંચ મેચની ટી20 સીરીઝમાં સૂર્યાની કેપ્ટનશીપવાળી ટીમનો ભાગ હતો. તેને કહ્યું કે સૂર્યા બોલરોને ઘણી સ્વતંત્રતા આપે છે અને તેને આશા છે કે હવે સૂર્યાએ પૂર્ણ સમયની ટી20 કપ્તાની સંભાળી લીધી છે તેમાં કોઈ ફેરફાર નહીં થાય.

સૂર્યા બોલિંગ કેપ્ટન છે: અક્ષર

અક્ષરે વધુમાં કહ્યું કે જ્યારે તે કેપ્ટન હતો ત્યારે મેં તાજેતરમાં જ પાંચ મેચની ટી20 સિરીઝ રમી હતી. હું જાણું છું કે તે બોલિંગ કેપ્ટન છે. તે બોલરોને તે ફીલ્ડ આપે છે જે તેઓ માંગે છે. મારી સાથે પણ એવું જ હતું. મને નથી લાગતું કે બહુ ફેરફાર થશે. તમે એક પ્રવાસમાંથી કોઈની કેપ્ટનશિપનો નિર્ણય કરી શકતા નથી. જ્યારે આપણે વધુ રમીશું ત્યારે તેની કેપ્ટનશીપની સ્ટાઈલ વિશે વધુ જાણી શકીશું.

  • Follow us on: