આ વખતે દુબઈમાં મહિલા T20 વર્લ્ડ કપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યુઝીલેન્ડે આ ખિતાબ જીતીને વિશ્વમાં પોતાનો ધ્વજ લહેરાવ્યો હતો. મહિલા ટી-20 વર્લ્ડ કપને વિશ્વમાં પસંદ કરવામાં આવ્યો હતો. જોકે હવે મહિલા ક્રિકેટને મોટું નુકસાન થયું છે. મહિલા ક્રિકેટને કોમનવેલ્થ ગેમ્સ 2026માંથી બાકાત રાખવામાં આવી છે. ટીમ ઈન્ડિયા માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે.


વર્ષ 2022માં કરવામાં આવ્યો હતો સમાવેશ

2022માં કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. આ રમતના સમાવેશ પછી દર્શકોને ખૂબ જ મજા આવી. પરંતુ હવે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાનારી 2026 કોમનવેલ્થ ગેમ્સમાંથી મહિલા ક્રિકેટને બાકાત રાખવામાં આવી છે. આ ટૂર્નામેન્ટમાંથી ક્રિકેટ સહિત 12 રમતોને બાકાત રાખવામાં આવી છે. વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ વર્ષ 2022માં ભાગ લઈ શકી નથી. બાર્બાડોસે તેની જગ્યાએ ભાગ લીધો.


એક જ ગ્રુપમાં હતા ભારત-ઓસ્ટ્રેલિયા

વર્ષ 2022માં ભારત અને ઓસ્ટ્રેલિયાને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડને બીજા ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આ ચારેય ટીમો સેમિફાઇનલમાં પહોંચી હતી. ભારતને ગોલ્ડ મેડલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ન્યુઝીલેન્ડે ઈંગ્લેન્ડને હરાવીને બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. ભારતે સિલ્વર મેડલ જીત્યો હતો.


  • Follow us on: