• વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024ની સેમિફાઇનલ
  • પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન વચ્ચે પ્રથમ મેચ
  • ભારત અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન વચ્ચે બીજી સેમિફાઈનલ

આજે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024ની સેમિફાઇનલ મેચ રમાશે. પહેલી મેચ પાકિસ્તાન ચેમ્પિયન અને વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન વચ્ચે સાંજે 5 વાગ્યે રમાશે. જ્યારે બીજી મેચ ભારત ચેમ્પિયન અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન વચ્ચે રમાશે. આ બંને મેચ ઈંગ્લેન્ડના નોર્થમ્પટનના કાઉન્ટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. બંને મેચની વિજેતા ટીમ આવતીકાલે રાત્રે 9 કલાકે ટાઈટલ મેચ રમશે. જો ભારત અને પાકિસ્તાન આ મેચ જીતશે તો બંને વચ્ચે ફાઈનલ રમાશે.

ભારત માટે રસ્તો સરળ નહીં હોય

ભારત ચેમ્પિયન્સે પ્રથમ રાઉન્ડમાં સારું પ્રદર્શન કર્યું નથી. ભારતે પ્રથમ રાઉન્ડમાં ઈંગ્લેન્ડ ચેમ્પિયન અને વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયનને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ પછીની 3 મેચમાં ઈન્ડિયા ચેમ્પિયન્સને પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત ચેમ્પિયનને ફાઇનલમાં પહોંચવા માટે કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે.

ઓસ્ટ્રેલિયા માત્ર 1 મેચ હાર્યું

ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી માત્ર 1 મેચ હારી છે. ટીમને પ્રથમ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સે હાર આપી હતી. આ પછી ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સે વાપસી કરી અને સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયનને હરાવી. ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને સેમિફાઈનલમાં પહોંચી ગયું છે. જ્યારે ઈન્ડિયા ચેમ્પિયન્સે ચોથા સ્થાને રહીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

ભારત ચેમ્પિયન ટીમ

યુવરાજ સિંહ (કેપ્ટન), સુરેશ રૈના, યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ, અંબાતી રાયડુ, હરભજન સિંહ, ગુરકીરત સિંહ માન, સૌરભ તિવારી, પવન નેગી રોબિન ઉથપ્પા, નમન ઓઝા, અનુરીત સિંહ, ધવલ કુલકર્ણી, રાહુલ શુક્લા, રાહુલ શર્મા, આરપી સિંહ અને વિનય કુમાર

ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન ટીમ

બ્રેટ લી (કેપ્ટન), બ્રેડ હેડિન, એરોન ફિન્ચ, શોન માર્શ, કેલમ ફર્ગ્યુસન, બેન કટિંગ, નાથન કુલ્ટર-નાઈલ, ઝેવિયર ડોહર્ટી, ડેનિયલ ક્રિશ્ચિયન, જોન હેસ્ટિંગ્સ, ટિમ પેઈન, બેન ડંક, ડર્ક નેન્સ, બેન લોફલિન, પીટર સિડલ

  • Follow us on: