• ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે વર્લ્ડકપની ફાઈનલ મેચ
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમ આવશે આમને-સામને
  • ફાઈનલ મેચને લઈ સ્ટેડિયમ સજાવવામાં આવ્યું

વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. અમદાવાદમાં રમાનારી આ મેચ માટે લગભગ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી ગઈ છે. આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ઘણા મોટા દિગ્ગજો અહીં પહોંચવાના છે. મેચ પહેલા સ્ટેડિયમને ખૂબ સજાવવામાં આવ્યું છે. તેમાં અનેક પ્રકારની લાઈટો લગાવવામાં આવી છે. હાલમાં જ આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા યૂઝરે વીડિયો પોસ્ટ કર્યો

એક યુઝરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો રસપ્રદ નજારો જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમમાં અનેક પ્રકારની લાઈટો લગાવવામાં આવી છે, જે દર્શકોને ખૂબ જ દિલચસ્પ લાગી શકે છે. આ સાથે આખા સ્ટેડિયમમાં વિવિધ જગ્યાએ મોટા સ્પીકર લગાવવામાં આવ્યા છે, જે મેચ દરમિયાન ગીતો વગાડશે. આ સાથે મેચ સાથે જોડાયેલી જાહેરાત અને કોમેન્ટ્રી પણ તેમના પર કરવામાં આવશે.


સ્ટેડિયમમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લગભગ 1 લાખ 32 હજાર લોકો એકસાથે બેસીને મેચ જોઈ શકશે. મેચ દરમિયાન આ સ્ટેડિયમ ભરચક રહેશે. આ માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્ટેડિયમમાં દરેક જગ્યાએ પોલીસ તૈનાત રહેશે. સ્ટેડિયમમાં જતા દર્શકોની પણ ચકાસણી કરવામાં આવશે.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ફાઈનલ

ઉલ્લેખનીય છે કે, સેમીફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજી સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. હવે ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થશે.

  • Follow us on: