- ભારત-પાકિસ્તાનની મેચને લઈ સૌથી મોટી ભવિષ્યવાણી
- પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કરી ભવિષ્વાણી
- ભારત-પાકિસ્તાન વચ્ચે સેમીફાઈનલ મેચ રમાશે-ગાંગુલી
ન્યૂઝીલેન્ડ સામે પાકિસ્તાનની જીત સાથે ભારત અને પાકિસ્તાન સેમીફાઈનલ મેચમાં આમને-સામને આવે, તેવી આશા વધી છે. સોશિયલ મીડિયા પર પણ ભારત પાકિસ્તાન વચ્ચે સેમીફાઈનલ મેચ રમાઈ શકે, તેવી ભવિષ્યવાણી શરૂ થઈ છે, ત્યારે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ સેમીફાઇનલમાં પહોંચનારી ટીમો અંગે ભવિષ્યવાણી કરી છે.
સેમીફાઈનલમાં ભારત-પાક. આવશે આમને-સામને-ગાંગુલી
એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, 2023 વનડે વર્લ્ડકપની પ્રથમ સેમીફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સેમીફાઈનલની પ્રથમ મેચ ટોપ ટીમ અને પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમની ટીમ વચ્ચે રમાશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે.
ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ કેવી રીતે શક્ય બને?
ભારતીય ટીમના ફોર્મને જોઈને એવું લાગે છે કે, ટીમ ગૃપ સ્ટેજની તમામ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહશે, જ્યારે પાકિસ્તાનની ટીમ ગૃપ સ્ટેજની સફર પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર સમાપ્ત કરી શકે છે. આવી સ્થિતિમાં આ બંને ટીમો વચ્ચે સેમીફાઇનલની શક્યતા વધી જાય છે. બંને દેશોના ફેન્સ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એક વખત હાઈવોલ્ટેજ મેચ થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે.
લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની લીગ મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. આ મેચ એકતરફી રહી હતી. પાકિસ્તાનની ટીમને ભારત સામે સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.