• રમીઝ રાજાએ બાબર આઝમની નબળી કડીનો કર્યો ખુલાસો
  • બાબર આઝમ સ્પિન બોલિંગનો સામનો કરવામાં અસહજ
  • વર્લ્ડકપમાં બાબર આઝમે અત્યારસુધી 216 રન બનાવ્યા

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ ચીફ અને ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર રમીઝ રાજાએ બાબર આઝમની નબળી કડીનો ખુલાસો કર્યો છે. આ ઉપરાંત તેણે બાબરને એક મોટી સલાહ પણ આપી છે. તેણે કહ્યું કે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પોતાની ઇનિંગની શરૂઆતમાં સ્પિન બોલિંગનો સામનો કરવામાં સહજતા અનુભવતા નથી.

બાબર સ્પિન રમવામાં અસહજ

ICC વર્લ્ડકપ 2023ની અત્યાર સુધીની સાત મેચોમાં બાબર આઝમે 30.85ની એવરેજથી 216 રન બનાવ્યા છે, જેમાં ફિફ્ટીનો સમાવેશ થાય છે. બાબર વર્લ્ડકપની સાત ઇનિંગ્સમાં પાંચ વખત સ્પિન બોલરોનો શિકાર બન્યો છે. તેને કોલિન એકરમેન, મેહદી હસન મિરાજ, નૂર અહેમદ, તબરેઝ શમ્સી અને એડમ ઝમ્પાએ પેવેલિયનમાં મોકલ્યો છે.

બાબરે સ્વીપ શોટ રમવો જોઇએ

રમીઝ રાજાએ બાબર આઝમને ટર્નિંગ ટ્રેક પર સ્પિનરોનો સામનો કરવા સ્વીપ શોટ રમવાનું સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે જો તમે તેની બેટિંગમાં ખામી શોધવા માંગતા હોવ, જ્યારે તે ઇનિંગ્સની શરૂઆત કરે છે, ત્યારે તે સ્પિન સામે બેટિંગ કરે છે. રમીઝ રાજાએ કહ્યું કે, સ્પિન સામે એટલો સહજતાથી નથી રમતો જેટલો તે ફાસ્ટ બોલરોની સામે રમે છે. ધીમી પિચો પર તેને સ્વીપ શોટ રમવાની જરૂર છે.

પાકિસ્તાનને મોટો ફટકો

વર્લ્ડકપમાં સ્પિનરો સામે સંઘર્ષ કરી રહેલા બાબર આઝમ પાકિસ્તાન ટીમ માટે મોટો ફટકો છે. રમીઝને લાગે છે કે આ રીતે આઉટ થવાથી બેટ્સમેનને આત્મવિશ્વાસ ઘટી જાય છે. તેમણે કહ્યું કે, "જ્યારે પણ બાબરે આક્રમક બેટિંગ કરી છે ત્યારે તે આઉટ પણ થયો છે. અફઘાનિસ્તાન સામે તે સિક્સર ફટકારી અને પછી ખોટા સમયે આઉટ થઇ ગયો હતો. રમીઝે કહ્યું, તેને સદી સુધી પહોંચવા માટે માત્ર સખત મહેનત કરવાની જરૂર છે. જ્યારે તે સ્પિન સામે તેની ઇનિંગ્સ શરૂ કરે છે, ત્યારે તે થોડો અસહજ દેખાય છે.

  • Follow us on: