- 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની થશે શરૂઆત
- આ વર્ષે ભારતમાં વર્લ્ડકપનું કરાયું આયોજન
- યુવરાજ સિંહે ભારતીય ટીમ પર આપ્યું નિવેદન
ICC વનડે વર્લ્ડકપની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. આ વર્ષે ભારતમાં આ મેગા ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભારતીય ટીમ મેનેજમેન્ટે છેલ્લી ઘડીએ ટીમમાં રવિચંદ્રન અશ્વિનને સ્થાન આપ્યું છે. આમ છતાં ભારતની વર્લ્ડકપ ટીમમાં યુઝવેન્દ્ર ચહલ અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સ્થાન આપ્યું નથી. જેથી પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે આ બંને ખેલાડીને લઈ મોટું નિવેદન આપ્યું છે.
યુવરાજ સિંહે ચહલને લઈ શું કહ્યું?
યુવરાજ સિંહને એક ન્યૂઝ એજન્સીએ સવાલ કર્યો હતો, કે વર્લ્ડકપમાં તમે ટીમ ઈન્ડિયાને કેવી રીતે જુઓ છો અને તમને ટીમ બેલેન્સ કેવું લાગી રહ્યું છે. જેના જવાબમાં યુવરાજ સિંહે કહ્યું કે, આપણી ટીમમાં બેલેન્સ સારૂં છે. મને લાગે છે કે, યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સ્થાન આપવાની જરૂર હતી. કારણ કે, આપણે ભારતમાં રમી રહ્યા છીએ અને અહીંની પિચ પર બોલ સ્પિન થાય છે. આ ઉપરાંત આપણી ટીમ ઘણી સંતુલિત જોવા મળી રહી છે.
અશ્વિનની જગ્યાએ સુંદરની કરી વાત
યુવરાજ સિંહને અશ્વિનને ટીમમાં સામેલ કરવા અંગે વાત કરવામાં આવી, તો તેમણે કહ્યું કે, આ થોડું આશ્ચર્યજનક હતું. મને લાગે છે કે, વોશિંગ્ટન સુંદર એક યુવા ખેલાડી છે, જે બેટિંગ પણ કરી શકે છે. ગત મેચમાં વોશિંગ્ટન સુંદરે ઓપનિંગ પણ કર્યું હતું, પરંતુ આ નિર્ણય અંતમાં કેપ્ટન અને કોચનો હોય છે.
વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની સ્ક્વોડ
રોહિત શર્મા(કેપ્ટન), વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, શુભમન ગિલ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા(ઉપ-કેપ્ટન), શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ, મોહમ્મદ શમી, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર.