• આજે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ
  • વર્લ્ડકપ 2023માં મેટ હેનરીના નામે સૌથી વધુ વિકેટ
  • મેટ હેનરીએ જસપ્રીત બુમરાહને પાછળ છોડ્યો

ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ચેન્નાઈમાં મેચ રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 6 વિકેટે 288 રન બનાવ્યા હતા. આ રીતે ન્યુઝીલેન્ડને 289 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડનો મેટ હેનરી આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. મેટ હેનરીએ અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝને આઉટ કરીને ટોચ પર પહોંચ્યો હતો. મેટ હેનરીએ જસપ્રીત બુમરાહને પાછળ છોડી દીધો છે.

મેટ હેનરીએ જસપ્રીત બુમરાહને પાછળ છોડી દીધો

અત્યાર સુધી મેટ હેનરીએ 18ની એવરેજથી 9 વિકેટ લીધી છે. આ સાથે જ જસપ્રીત બુમરાહ બીજા સ્થાને સરકી ગયો છે. જસપ્રીત બુમરાહે 3 મેચમાં 11.62ની એવરેજથી 8 વિકેટ લીધી છે. મેટ હેનરી અને જસપ્રિત બુમરાહ પછી મિચેલ સેન્ટનર ત્રીજા સ્થાને છે. મિચેલ સેન્ટનરે 4 મેચમાં 18.75ની એવરેજથી 8 વિકેટ ઝડપી છે. સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર કગીસો રબાડા 3 મેચમાં 19.86ની એવરેજથી 7 વિકેટ સાથે ચોથા સ્થાને છે.

આ બોલરના નામે સૌથી વધુ વિકેટ

આ યાદીમાં પાકિસ્તાની ઝડપી બોલર હસન અલી પાંચમા સ્થાને છે. હસન અલીએ 3 મેચમાં 19.71ની એવરેજથી 7 વિકેટ લીધી છે. આ પછી નેધરલેન્ડનો બેઝ ડી લીડે છે. બાસ ડી લીડે 3 મેચમાં 23.14ની એવરેજથી 7 વિકેટ લીધી છે. શ્રીલંકાના દિલશાન મધુશંકાના નામે 3 મેચમાં 26.29ની એવરેજથી 7 વિકેટ છે. આ યાદીમાં રાશિદ ખાન, માર્કો યાન્સન અને રવિન્દ્ર જાડેજા અનુક્રમે આઠમા, નવમા અને દસમા સ્થાને છે. રાશિદ ખાન અને માર્કો યાન્સને 6 વિકેટ લીધી છે. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ઝડપી છે.

અફઘાનિસ્તાનની ઇનિંગ

સમાચાર લખાય છે ત્યા સુધી ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં બીજી ઇનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઇ છે. 289ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાને 25 ઓવર બાદ 3 વિકેટના નકસાને 90 રન બનાવ્યા છે. અફઘાનિસ્તાનના ઓપનર સસ્તામાં આઉટ થયા હતા. રહેમાનુલ્લા ગુરબાઝ 21 બોલમાં 11 રન અને ઈબ્રાહિમ ઝદરદાને 15 બોલમાં 14 રન કરીને પેવેલિયન પરત ફર્યા હતા. જ્યારે હશમતુલ્લાહ શાહિદી 49 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં રહેમત શાહ 57 બોલમાં 31 રન અને અઝમતુલ્લાહ ઉમરજઈ 24 બોલમાં 14 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ન્યુઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો ટ્રેંટ બોલ્ટે 5 ઓવર નાખી હતી. જેમાં બોલ્ટે 1 મેડન સાથે 12 રન આપીને એક વિકેટ ઝડપી છે. જ્યારે મેટ હેનરીએ 5 ઓવરમાં 2 મેડન સાથે 16 રન આપીને 2 વિક્ટ ઝડપી છે. લોકી ફર્ગ્યુસને 4 ઓવરમાં 8 રન આપીને એક વિકેટ ઝડપી છે.

  • Follow us on: