- WTC 2023ની ફાઈનલ લોર્ડ્સની જગ્યાએ 'ધ ઓવલ'માં યોજાશે
- જૂન 2023માં ટોચની બે ટીમો વચ્ચે રમાશે ફાઈનલ
- WTC પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા-દ.આફ્રિકા ટોપ પર
ICC એ નક્કી કર્યું છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ ક્યાં યોજાશે. ICCએ જાહેરાત કરી છે કે આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ લોર્ડ્સમાં નહીં પણ 'ધ ઓવલ' ખાતે યોજાશે. ફાઈનલ જૂન 2023માં રમાશે.
ICCએ કરી જાહેરાત
ICC એ નક્કી કર્યું છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ ક્યાં રમાશે. ICCએ જાહેરાત કરી છે કે આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC ફાઈનલ)ની ફાઈનલ લોર્ડ્સમાં નહીં પણ 'ધ ઓવલ' ખાતે યોજાશે. ફાઈનલ જૂન 2023માં રમાશે. તે જ સમયે, 2025 ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ લોર્ડ્સમાં યોજાશે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021ની ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉથમ્પટનમાં રમાઈ હતી. જેમાં ન્યુઝીલેન્ડની ટીમનો વિજય થયો હતો. હવે ICCએ જાહેરાત કરી છે કે 2023 ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઓવલમાં રમાશે. અગાઉ 2004 અને 2017માં ICC ચેમ્પિયનશિપ ટ્રોફીની ફાઈનલ 'ધ ઓવલ'ના મેદાન પર રમાઈ હતી.
WTC પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા-દ.આફ્રિકા ટોપ પર
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ના WTC પોઈન્ટ ટેબલની વાત કરીએ તો અત્યારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર 1 અને નંબર 2 પર છે. ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી 70 ટકા છે જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમની જીતની ટકાવારી 60 ટકા છે.

ભારતીય ટીમ ચોથા સ્થાન પર
ત્રીજા નંબર પરની ટીમ શ્રીલંકા છે, જેણે 53.33 ટકા જીત મેળવી છે. ભારતીય ટીમ ચોથા સ્થાન પર છે જેણે અત્યાર સુધી 52.08 ટકા મેચો જીતી છે. જ્યારે પાકિસ્તાન 51.85 ટકા સાથે પાંચમા સ્થાને છે. જો કે, હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થઈ શકે છે.