• ગુજરાતે DCને 127 રનનું લક્ષ્ય આપ્યું હતુ
  • દિલ્હીએ 13.1 ઓવરમાં 129 રન બનાવી જીત મેળવી
  • MI - RCB વચ્ચે થશે ફાઇનલ માટે જંગ

વિમેન્સ પ્રીમિયર લીગ 2024ના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાતના સુકાની બેથ મૂનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ દર વખતની જેમ ગુજરાતના બેટ્સમેનોએ ફરી એકવાર તેમના ચાહકોને નિરાશ કર્યા અને 20 ઓવરમાં માત્ર 126 રન જ બનાવી શક્યા.

પ્રથમ ફાઇનાલિસ્ટ બન્યું દિલ્હી

દિલ્હી કેપિટલ્સે 127 રનનો પીછો કરતા 7 વિકેટે મેચ જીતી લીધી હતી. WPL 2024 ની શરૂઆત અને અંત ગુજરાત જાયન્ટ્સની હાર સાથે થયો છે. આ ટીમ 8 માંથી માત્ર 2 મેચ જીતવામાં સફળ રહી. જ્યારે ૨૦૧૪માં ગુજરાતને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે દિલ્હી કેપિટલ્સે 8 માંથી 6 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર ગ્રુપ સ્ટેજ સમાપ્ત કર્યું છે. આ સાથે દિલ્હી કેપિટલ્સ WPL 2024ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. એલિમિનેટર 15 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ જીતનારી ટીમ ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે.

ગુજરાતની બેટિંગ નિષ્ફળ રહી હતી

કેપ્ટન બેથ મૂનીએ ટોસ જીત્યા બાદ કહ્યું હતું કે તે પ્રથમ બેટિંગ કરતી વખતે સ્કોર બોર્ડ પર મોટો સ્કોર લગાવવા માંગતી હતી, પરંતુ તેના બેટ્સમેનોએ બરાબર ઊલટું કર્યું. ટીમની કેપ્ટન બેથ મૂની WPL 2024ની છેલ્લી મેચમાં પોતાનું ખાતું પણ ખોલી શકી ન હતી અને ઈનિંગની પહેલી જ ઓવરમાં જ પેવેલિયન પરત ફરી ગઈ હતી. આ પછી દયાલન હેમલતા 3 ઓવરના ત્રીજા બોલ પર 4 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. શરૂઆતની બે વિકેટ પડી ગયા બાદ ગુજરાતના ચાહકોને લૌરા વોલ્વાર્ડ પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી, પરંતુ તેણે પણ ચાહકોને નિરાશ કર્યા અને 7 રન બનાવીને આઉટ થઈ ગઈ.

આ સમય સુધીમાં ગુજરાત જાયન્ટ્સનો સ્કોર 16 રનમાં 3 વિકેટે હતો. પાવર પ્લેમાં ગુજરાતના બેટ્સમેનો માત્ર 23 રન જ બનાવી શક્યા હતા. ગુજરાતના બેટ્સમેનો નિયમિત અંતરે એક પછી એક વિકેટ ગુમાવી રહ્યા હતા. ગુજરાત તરફથી ભારતી ફુલમાળીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. ભારતીએ 36 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી. કેથરિન બ્રાઇસે પણ ભારતીને ખૂબ જ સારી રીતે સપોર્ટ કર્યો હતો. કેથરિને 22 બોલમાં 28 રન બનાવ્યા હતા. જેના આધારે ગુજરાત પ્રથમ બેટિંગ કરતા સ્કોર 126 સુધી પહોંચાડવામાં સફળ રહ્યું હતું. દિલ્હી તરફથી બોલિંગમાં મારિને કેપ્પ, શિખા પાંડે અને મીનુ મણીએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે જેસ જોનાસેનને સફળતા મળી હતી.

શેફાલીએ ખાસ ઇનિંગ રમી હતી

ગુજરાત જાયન્ટ્સ દ્વારા દિલ્હી કેપિટલ્સને 20 ઓવરમાં માત્ર 127 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે શેફાલી વર્માની અડધી સદીની ઇનિંગના આધારે એક વિકેટે જીત મેળવી હતી. બેટ્સમેનોની નિષ્ફળતા બાદ ગુજરાતના બોલરોએ પણ ઘણી નિરાશ કરી હતી. 126 રનનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમની શરૂઆત પણ ખૂબ જ ખરાબ રહી હતી. દિલ્હીના 31 રનના સ્કોર પર કેપ્ટન મેગ લેનિંગ 18ના વ્યક્તિગત સ્કોર પર રનઆઉટ થઈ ગઈ હતી.

આ જ સ્કોર પર એલિસ કેપ્સી પણ ખાતું ખોલાવ્યા વિના તનુજા કંવરના બોલ પર મોટા શોટ રમવાના પ્રયાસમાં મન્નત કશ્યપના હાથે કેચ થઈ ગઈ હતી, પરંતુ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલી ઓપનર શેફાલી વર્માએ ગુજરાત સામે શાનદાર ઇનિંગ રમી હતી. વર્માએ 37 બોલમાં 71 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની 71 રનની ઈનિંગમાં 7 ફોર અને 5 શાનદાર સિક્સ સામેલ હતી. દિલ્હી કેપિટલ્સની ઇનફિલ્ડ બેટ્સમેન જેમિમાહ રોડ્રિગ્સે ફરી એકવાર તેની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા અને 38 રન બનાવ્યા. જેના આધારે દિલ્હી કેપિટલ્સે 13.1 ઓવરમાં 7 વિકેટે આસાનીથી મેચ જીતી લીધી હતી.

  • Follow us on: