• RCB અને GG વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો
  • આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે

WPL 2024 ની પાંચમી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને ગુજરાત જાયન્ટ્સ માટે લીગમાં ટકી રહેવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવવું જરૂરી બનશે. તમને જણાવી દઈએ કે સ્મૃતિ મંધાના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ કરી રહી છે. જ્યારે ગુજરાત જાયન્ટ્સની કમાન ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટ્સમેન બેથની મૂનીના હાથમાં છે. હવે જોવાનું એ રહે છે કે WPL 2024ની પાંચમી મેચમાં કઈ ટીમ જીત મેળવવામાં સફળ થાય છે.

પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મળી હતી જીત

સ્મૃતિ મંધાનાની કપ્તાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેની છેલ્લી મેચ યુપી વોરિયર્સ સામે રમી હતી. જેમાં સ્મૃતિ મંધાનાની ટીમે રોમાંચક વિજય નોંધાવ્યો હતો. તમને જણાવી દઈએ કે છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા યુપી વોરિયર્સ સામે 20 ઓવરમાં 157 રન બનાવ્યા હતા. જે બાદ બેંગ્લોરના બોલરોએ યુપી વોરિયર્સને માત્ર 155 રન પર રોકી દીધું હતું. આ રીતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેની છેલ્લી મેચ ખૂબ જ રોમાંચક રીતે જીતી હતી. તમને જણાવી દઈએ કે તે મેચમાં રિચા ઘોષે 37 બોલમાં 62 રનની શાનદાર ઈનિંગ રમી હતી. મેઘનાએ પણ 44 બોલમાં 53 રન બનાવ્યા હતા. હવે ફરી એકવાર ગુજરાત જાયન્ટ્સ સામે આ બંને ખેલાડીઓ પાસેથી સમાન ઈનિંગની અપેક્ષા રાખવામાં આવશે.

" target="_blank">Enter a X URL https://twitter.com/wplt20/status/1762472498321613127

પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સનો પરાજય થયો

ગુજરાત જાયન્ટ્સે આ સિઝનની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમી હતી. તે મેચમાં ગુજરાત જાયન્ટ્સની બેટિંગ સદંતર નિષ્ફળ રહી હતી. મુંબઈ સામે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 126 રન જ બનાવી શકી હતી. તે મેચમાં ગુજરાતના કેપ્ટન બેથની મૂનીએ 22 બોલમાં 24 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેથરિન બ્રાયસે 24 બોલમાં 25 રન અને તનુજા કંવરે 21 બોલમાં 28 રન બનાવ્યા હતા. જેના કારણે ગુજરાત જાયન્ટ્સ પ્રથમ દાવમાં 126 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ હેડ ટુ હેડ રેકોર્ડ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ WPL 2024માં પ્રથમ વખત એકબીજા સામે ટકરાશે. ગત વર્ષની શરૂઆતમાં બંને ટીમો વચ્ચે બે ટક્કર થઈ હતી. જેમાં પ્રથમ મેચમાં ગુજરાતે બેંગ્લોરને 11 રને હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શાનદાર વાપસી કરીને ગુજરાત જાયન્ટ્સને આઠ વિકેટે હરાવ્યું હતું. હવે WPL ઈતિહાસમાં ત્રીજી વખત આ બંને ટીમો ટકરાતી જોવા મળશે. હવે જોવાનું એ રહે છે કે કઈ ટીમ હેડ ટુ હેડ રેકોર્ડમાં લીડ લેવામાં સફળ થાય છે.

બન્ને ટીમોની પ્લેઇંગ 11

RCB: સોફી ડિવાઇન, સ્મૃતિ મંધાના (c), સબીનેની મેઘના, એલિસ પેરી, રિચા ઘોષ (wk), જ્યોર્જિયા વેરહેમ, સોફી મોલિનેક્સ, શ્રેયંકા પાટિલ, સિમરન બહાદુર, આશા શોભના, રેણુકા ઠાકુર સિંહ.

GG: બેથ મૂની (c/wk), વેદા કૃષ્ણમૂર્તિ, હરલીન દેઓલ, ફોબી લિચફિલ્ડ, દયાલન હેમલતા, એશ્લે ગાર્ડનર, કેથરીન બ્રાઇસ, સ્નેહ રાણા, તનુજા કંવર, લી તાહુહુ, મેઘના સિંહ.

  • Follow us on: