- ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ માટે વર્ષ 2023 ખૂબ જ યાદગાર
- ભારત તરફથી ત્રણેય ફોર્મેટમાં 16 ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું
- બિહારના મુકેશ કુમારએ ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું
ભારતીય ક્રિકેટ ટીમની બેન્ચ સ્ટ્રેન્થ વિશે હંમેશા ચર્ચા થતી રહે છે. ટીમ ઈન્ડિયાની બેન્ચ સ્ટ્રેન્થ કેટલી મજબૂત છે તેનો અંદાજ એક વર્ષમાં ડેબ્યૂ કરનારા ખેલાડીઓની સંખ્યાની ગણતરીથી પણ લગાવી શકાય છે. 2023માં 2 કે 4 નહીં પરંતુ કુલ 16 ખેલાડીઓએ ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ માટે ડેબ્યુ કર્યું છે. ટીમ ઈન્ડિયાના 16 નવા ખેલાડીઓએ ક્રિકેટના અલગ-અલગ ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે, પરંતુ એક જ ખેલાડી એવો છે જેણે ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે. બિહારનો મુકેશ કુમાર એકમાત્ર એવો ખેલાડી છે જેણે 2023માં T20, ODI અને ટેસ્ટના ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું.
T20માં કેટલા ખેલાડીઓએ ડેબ્યુ કર્યું?
ટીમ ઈન્ડિયા માટે 2023માં T20 ફોર્મેટમાં કુલ 11 ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું છે. જેમાં શુભમન ગિલ, તિલક વર્મા, રાહુલ ત્રિપાઠી, શિવમ માવી, શાહબાઝ અહેમદ, આર સાઈ કિશોર, પ્રસિદ્ધ કૃષ્ણા, જીતેશ શર્મા, મુકેશ કુમાર, યશસ્વી જયસ્વાલ અને રિંકુ સિંહના નામ સામેલ છે.
ODIમાં કેટલા ખેલાડીઓએ ડેબ્યુ કર્યું?
2023 દરમિયાન ટીમ ઈન્ડિયા માટે ODI ફોર્મેટમાં ડેબ્યૂ કરનારા ખેલાડીઓની કુલ સંખ્યા પાંચ છે. આ ખેલાડીઓમાં મુકેશ કુમાર, રજત પાટીદાર, આર સાંઈ કિશોર, રિંકુ સિંહ અને તિલક વર્માનો સમાવેશ થાય છે.
ટેસ્ટ ફોર્મેટમાં ડેબ્યુ કરનાર ખેલાડીઓ
વર્ષ 2023 દરમિયાન ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ માટે કુલ 6 ખેલાડીઓએ ડેબ્યુ કર્યું છે. જેમાં કેએસ ભરત, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, મુકેશ કુમાર અને પ્રસિદ્ધ કૃષ્ણના નામ સામેલ છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું.
આ રીતે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ માટે વર્ષ 2023 ખૂબ જ યાદગાર રહ્યું છે. આ વર્ષે ટીમ ઈન્ડિયાના કુલ 16 નવા ખેલાડીઓએ ક્રિકેટના અમુક ફોર્મેટમાં ડેબ્યુ કર્યું છે. હવે જોવાનું એ રહે છે કે આ 16 ખેલાડીઓમાંથી કેટલા આગામી 10-15 કે 20 વર્ષ સુધી ક્રિકેટ રમી શકશે. જો કે, આ તમામ ખેલાડીઓમાં ટીમ ઈન્ડિયાના ભવિષ્યને સંભાળવાની ક્ષમતા છે, પરંતુ આ તમામ ખેલાડીઓના અત્યાર સુધીના પ્રદર્શનને જોતા એવું લાગે છે કે શુભમન ગિલ, તિલક વર્મા, રિંકુ સિંહ, યશસ્વી જયસ્વાલ અને મુકેશ કુમાર જેવાખેલાડીઓ છે. જે આગામી ઘણા વર્ષો સુધી ભારત માટે ક્રિકેટ રમી શકે છે.