NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની શનિવારે મોડી રાત્રે મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિનેમા જગતની સાથે સાથે સ્પોર્ટ્સ જગતમાં પણ ગમગીની છવાઈ ગઈ છે. ત્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે બાબા સિદ્દીકીની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.


NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં શનિવાર, 12 ઓક્ટોબરની મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેનું મોત નીપજ્યું હતુ.  બાબા સિદ્દીકનું નામ મહારાષ્ટ્રના મોટા નેતાઓમાં સામેલ છે અને તેમના રાજનેતાઓ ઉપરાંત સેલિબ્રિટીઓ સાથે પણ સારા સંબંધો છે. આથી તેમના પર ફાયરિંગની જાણ થતાં જ બોલિવૂડના ઘણા કલાકારો લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ તેમની હત્યાથી સ્તબ્ધ છે. તેમણે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.

યુવરાજ સિંહે શોક વ્યક્ત કર્યો 

યુવરાજ સિંહને બાબા સિદ્દીકીના નિધનની જાણ થતાં જ તેણે રાત્રે 2 વાગે શોક વ્યક્ત કર્યો હતો. યુવરાજ સિંહે તેમને સાચા નેતા ગણાવ્યા અને કહ્યું કે, બાબા સિદ્દીકીએ સામાન્ય લોકો માટે કામ કર્યું અને તેમની ઉદારતા માટે તેમને યાદ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, બાબા સિદ્દીકી પર બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક ગોળી તેમની છાતીમાં વાગી હતી અને એક ગોળી તેમના પેટમાં વાગી હતી.

બાબા સિદ્દીકી ઈફતાર પાર્ટી ખૂબ ચર્ચામાં રહેતી હતી કારણ કે, તેમાં ઘણા મોટા સ્ટાર્સે ભાગ લીતા હતા. રાજકારણમાં સક્રિય હોવા ઉપરાંત તેઓ બિલ્ડર તરીકે પણ કામ કરતા હતા. તેમનો પરિવાર મૂળ બિહારના ગોપાલગંજનો છે. તેમના પિતા લગભગ પચાસ વર્ષ પહેલા ગોપાલગંજથી મુંબઈ આવ્યા હતા અને ઘડિયાળ બનાવવાનું કામ કરતા હતા.

બાબા મુંબઈ કોંગ્રેસમાં લઘુમતી સમુદાયનો મોટો ચહેરો

બાબા સિદ્દીકીએ પોતાની કારકિર્દીની શરૂઆત મુંબઈમાં વિદ્યાર્થી નેતા તરીકે કરી હતી. આ પછી તેમણે બે વખત મ્યુનિસિપલ કોર્પોરેટર તરીકે ફરજ બજાવી. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને 1999, 2004 અને 2009માં ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેઓ મુંબઈ કોંગ્રેસમાં લઘુમતી સમુદાયનો મોટો ચહેરો હતા. લગભગ 48 વર્ષ કોંગ્રેસમાં રહ્યા બાદ તેઓ NCPમાં જોડાયા હતા.

  • Follow us on: