- યુવરાજે વિરાટ કોહલી સાથેની મિત્રતા વિશે કર્યો ખુલાસો
- કોહલી વર્લ્ડકપ 2023માં સૌથી વધુ રન બનાવનાર બીજા બેટ્સમેન
- વિરાટ કોહલીએ 8 મેચમાં 88.29ની સ્ટ્રાઈક રેટથી 543 રન બનાવ્યા
વિરાટ કોહલી અને પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ વચ્ચેની મિત્રતા મેદાન પર જાણીતી હતી, પરંતુ શું તેઓ મેદાનની બહાર પણ એવા જ મિત્રો છે? આ હંમેશા ચાહકો માટે એક પ્રશ્ન રહ્યો છે. 41 વર્ષીય પૂર્વ ઓલરાઉન્ડરે વિરાટ કોહલી અને તેના સંબંધો વિશે ખુલીને વાત કરી છે.
યુવરાજે વિરાટ કોહલી અંગે કર્યો ખુલાસો
ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કોહલી અને તેની મિત્રતા વિશે વાત કરી હતી. આ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે શું તમે વિરાટ કોહલી સાથે વાત કરો છો? આના પર તેણે જવાબ આપ્યો, 'બહુ નહીં... હવે તે એકદમ વ્યસ્ત રહે છે.' તેના વ્યસ્ત સમયપત્રકને ધ્યાનમાં રાખીને, હું પણ તેને ખલેલ પહોંચાડવા માંગતો નથી. યુવરાજ સિંહે આગળ જવાબ આપ્યો, 'અમારો યુવાન વિરાટ કોહલી અમારા માટે ચીકૂ હતો, પરંતુ હાલનો વિરાટ કોહલી ચીકૂ નથી. તે આજનો વિરાટ કોહલી છે. બંને વચ્ચે ઘણો તફાવત છે.
વિરાટ કોહલી વર્લ્ડકપ 2023માં વ્યસ્ત
વિરાટ કોહલી હાલમાં વર્લ્ડકપ 2023માં વ્યસ્ત છે. વિરાટ કોહલી વર્લ્ડકપ 2023માં શાનદાર ફોર્મમાં છે. હાલમાં તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બીજા બેટ્સમેન છે. ભારતીય સ્ટાર બેટ્સમેને વર્લ્ડકપ 2023માં અત્યાર સુધીમાં કુલ આઠ મેચ રમી છે. આ દરમિયાન તેના બેટમાંથી આઠ ઇનિંગ્સમાં 108.60ની એવરેજથી 543 રન બનાવ્યા છે. કિંગ કોહલીએ આ દરમિયાન બે સદી અને ચાર ફિફ્ટી ફટકારી છે. વર્લ્ડકપમાં તે 88.29ની સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે.