- રોહિત શર્માનું ટેન્શન થયું ખતમ
- નંબર 4 માટે મળ્યો ઘાતક બેટ્સમેન
- યુવરાજ સિંહની જેમ જ રમે છે ઈનિંગ
યુવરાજ સિંહ બાદ ભારતીય વનડે ક્રિકેટ ટીમને નંબર 4-નો એક સટીક બેટ્સમેન મળી શક્યો નથી. ભારતે ગત 5-6 વર્ષમાં આ નંબર માટે અલગ-અલગ બેટ્સમેનને તક આપી છે, પરતુ કોઈ પણ બેટ્સમેન પોતાની ભૂમિકાને સાબિત કરી શક્યો નથી. જો કે, વર્લ્ડકપ શરૂ થયા પહેલાં ટીમ ઈન્ડિયાના કેપ્ટને નંબર-4ની સમસ્યાને લઈ કહ્યું હતું કે, ગત વનડે વર્લ્ડકપ બાદથી આ સમસ્યા અમારો પીછો છોડતી નહતી, પરંતુ હું વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે, અમારા સમયમાં આ કોઈ સમસ્યા રહી નથી.
નંબર-4ની સમસ્યા પર રોહિતનું ટેન્શન ખતમ થયું
ટીમ ઈન્ડિયાના કેપ્ટનને નંબર-4ની પોઝિશન માટે કોઈ પણ સમસ્યા નથી. કારણ કે, તે જાણે છે કે, આ પોઝિશન માટે કયો બેટ્સમેન સક્ષમ છે. રોહિત શર્માએ કહ્યું કે, અમારી પાસે શ્રેયસ અય્યર છે. તે માત્ર ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેની જગ્યાએ બીજા બેટ્સમેનને તક આપવામાં આવી હતી, પરંતુ તે તકનો ફાયદો ઉઠાવી શક્યા નહીં.
શ્રેયસ પાસે કાઉન્ટર એકેટ કરવાની ક્ષમતા
ભારતીય ક્રિકેટ ટીમમાં લાંબા સમય સુધી શ્રેયસ અય્યર જેવો બેટ્સમેન આવ્યો નથી. શ્રેયસ અય્યર પાસે બોલથી કાઉન્ટર એટેક કરવાની ગેમ છે. લગભગ સુરેશ રૈના અમુક હદ સુધી એવો બેટ્સમેન હતો, પરંતુ તે સમયે યુવરાજ સિંહ એટલી સારી રીતે રમ્યો હતો, કે તેનો સમય અલગ હતો. તે મેચ બનાવવાનું જાણે છે અને સ્થિતિ અનુસાર રમે છે. તે સમયે યુવરાજ સિંહ ધીમે ધીમે રમતા હતા. કારણ કે, તે જાણતા હતા કે, જો તે અંત સુધી રહેશે તો ટીમની જીતવાની આશા વધી જશે. અય્યર પણ પરિસ્થિતિના હિસાબે રમે છે. તે કાઉન્ટ એટેક કરે છે. જો અય્યર આઉટ પણ થઈ જશે, તો નંબર 5 પર કેએલ રાહુલ છે, જે એંકરની ભૂમિકા નિભાવી શકે છે. આ પ્રકારે રાહુલના કારણે અય્યરનો કાઉન્ટર અટેક ટીમને એક શાનદાર બેલેન્સ પ્રદાન કરે છે.