• આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ
  • ક્લાઈવ મડાન્ડેએ ડેબ્યૂ મેચમાં શરમજનક રેકોર્ડ બનાવ્યો
  • મડાન્ડેએ ઈંગ્લિશ ખેલાડી લેસ એમ્સનો રેકોર્ડ તોડ્યો

આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ઝિમ્બાબ્વેના વિકેટકીપર ક્લાઈવ મડાન્ડેએ 90 વર્ષ જૂનો એક અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ક્લાઈવ મડાન્ડેએ પોતાની ટેસ્ટ કરિયરની ડેબ્યૂ મેચમાં આ અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેને આયર્લેન્ડ સામે પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ક્લાઈવ મડાન્ડેએ ઈંગ્લિશ ખેલાડી લેસ એમ્સનો રેકોર્ડ તોડ્યો છે. આ શરમજનક રેકોર્ડ 1934માં ઈંગ્લેન્ડના આ ખેલાડીના નામે નોંધાયો હતો.

ક્લાઈવ મડાન્ડેનું ટેસ્ટમાં ડેબ્યૂ

આયર્લેન્ડ સામે રમાઈ રહેલી મેચમાં ઝિમ્બાબ્વેના વિકેટકીપર ક્લાઈવ મડાન્ડેએ ટેસ્ટની એક ઈનિંગમાં 42 બાય આપીને આ 90 વર્ષ જૂનો અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો હતો. આ મેચ 24 વર્ષીય ક્લાઈવ મડાન્ડે માટે બિલકુલ સારી ન હતી. પ્રથમ બેટિંગ કરતા તે શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો.

" target="_blank">Enter a X URL https://twitter.com/ABsay_ek/status/1816921785113382950

પ્રથમ દાવમાં ઝિમ્બાબ્વેના 210 રનના જવાબમાં આયર્લેન્ડે 250 રન બનાવ્યા હતા અને 40 રનની લીડ લીધી હતી, જોકે આયર્લેન્ડે બાય દ્વારા 42 રન બનાવ્યા હતા, આ બાય વિકેટકીપર ક્લાઇવ મડાન્ડેની બાજુમાંથી આયરિશ બેટ્સમેનોએ ચોર્યા હતા. આ મેચમાં બોલરોએ લેગ સાઈડ પર બોલિંગ કરી હતી, બોલ ખૂબ મોડો સ્વિંગ થઈ રહ્યો હતો.

90 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

કોઈપણ ટેસ્ટ મેચમાં 40થી વધુ બાય આપવાનો આ રેકોર્ડ ઝિમ્બાબ્વેના વિકેટકીપર ક્લાઈવ મડાન્ડેના નામે નોંધાયેલો છે. આ પહેલા આ શરમજનક રેકોર્ડ ઈંગ્લેન્ડના વિકેટકીપર લેસ એમ્સના નામે હતો. લેસ એમ્સે 1934માં ઓવલ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 327 રનમાંથી 37 બાય આપ્યા હતા. જો કે, લેસ એમ્સની ગણતરી ક્રિકેટના મહાન વિકેટ કીપર બેટ્સમેનોમાં થાય છે.


કેવું છે ક્લાઈવ મડાન્ડેનુ કરિયર?

ક્લાઈવ મડાન્ડેએ 2022માં વનડેમાં પદાર્પણ કર્યું હતું. તેણે ઝિમ્બાબ્વે માટે અત્યાર સુધીમાં કુલ 15 મેચ રમી છે. જેમાં તેણે 74ની સ્ટ્રાઈક સાથે કુલ 231 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 74 રન છે. તેણે ODI કરિયરમાં અત્યાર સુધીમાં 2 અડધી સદી ફટકારી છે. જો ટી20 ક્રિકેટની વાત કરીએ તો ક્લાઈવ મન્ડાંડે અત્યાર સુધીમાં કુલ 30 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 104ની સ્ટ્રાઈક સાથે કુલ 318 રન બનાવ્યા છે. T20માં તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 44 અણનમ રહ્યો છે.

  • Follow us on: