• 5જીનો રિચાર્જ પ્લાન 4જી પ્લાન જેટલો જ હશેઃ કંપની
  • 2023માં દેશમાં 5જી સર્વિસને રોલ આઉટ કરી દેવાશે
  • દેશભરમાં લાગશે BSNLની 5G સર્વિસના ટાવર

ભારતમાં કેટલીક જગ્યાઓએ 5G સર્વિસની શરૂઆત થઈ ચૂકી છે. રિલાયન્સ જિયો અને એરટેલની તરફથી 2023માં દેશમાં 5G સર્વિસને રોલઆઉટ કરી દેવામાં આવશે. કંપનીનું કહેવું છે કે 5G રિચાર્જનો પ્લાન 4જી જેટલો જ હશે. આ માટે ગ્રાહકોએ વધારે રૂપિયા ખર્ચ કરવાના રહેશે નહીં. આ સમયે ટેલિકોમ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી છે કે બીએસએનએલની 5G સર્વિસને જલ્દી રોલઆઉટ કરી દેવામાં આવશે તેને અપગ્રેડ કરવામાં 5-7 મહિનાનો સમય લાગશે. કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જાણકારી આપી હતી કે 5G સર્વિસને દેશમાં લાખો ટાવરની સાથે શરૂ કરાશે.

એક કાર્યક્રમમાં મંત્રીએ આપી જાણકારી

એક કાર્યક્રમમાં મંત્રીએ કહ્યું કે ટેલિકોમ પ્રોદ્યોગિકી વિકાસ કોષને 500 કરોડ રૂપિયાથી વધારીને 4000 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ કરીને નવા સ્ટાર્ટઅપને વધારવામાં આવશે. મળતી માહિતી અનુસાર અશ્વિની વૈષ્ણવે કહ્યું કે BSNLની 4જી ટેક્નોલોજીને 5જીમાં 5-7 મહિનામાં રોલઆઉટ 1.35 લાખ ટેલીકોમ ટાવર પર કરી દેવામાં આવશે.

ટેક્નોલોજી ડેવલપમેન્ટ ફંડને વધારશે સરકાર

BSNLએ 5જી ટેસ્ટિંગ માટે Tata Consultancy Services (TCS)થી ઈક્યૂપમેન્ટ માટે પૂછ્યું. મંત્રીએ કહ્યું કે બીએસએનએલની તરફથી 5જી સેવાઓ ભારતના દૂરના વિસ્તારમાં સર્વિસ પ્રોવાઈડ કરશે. તેનાથી લોકોની નેટવર્કની સમસ્યા દૂર થશે. વૈષ્ણવે કહ્યું કે ટેક્નોલોજી ડેવલપમેન્ટ ફંડ માટે દર વર્ષે 500 કરોડ રૂપિયાનું બજેટ લાવવામાં આવે છે. હવે તેને 3-4 હજાર કરોડ સુધી લઈ જવાનો પ્લાન છે.

સ્ટાર્ટઅપને લઈને રેલમંત્રીએ આપી જાણકારી

સ્ટાર્ટઅપને વિશે વાત કરતાં તેઓએ કહ્યું કે રેલવેના આધારે 800 સ્ટાર્ટઅપ અને ડિફેન્સ સેક્ટરના આધારે 200 સ્ટાર્ટઅપ પ્રોગ્રામ શરૂ કરાઈ ચૂક્યા છે. મંત્રીએ કહ્યું કે હવે કોઈ પણ નવા આઈડિયા અને નવા સમાધાનની સાથે આવી શકે છે. આ આઈડિયાને શરૂઆતથી પ્રોડક્ટ લેવલ પર લવાશે અને પછી અનેક સેક્ટરમાં તેનો ઉપયોગ કરાશે. 

  • Follow us on: