• મોબાઈલ એપ્લિકેશન પર નવું ફીચર લૉંચ
  • લખવા-વાંચવામાં ભાષાનું વિધ્ન હવે નહીં નડે
  • કોઈ પણ ભાષામાં કમ્પોઝ થશે મેઈલ

જે લોકોને ઈંગ્લીશમાં ટાઈપ કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે અને સ્પેલીંગમાં ભૂલો પડી રહી છે તો આ સમસ્યાનું સમાધાન ગૂગલે આપ્યું છે. જેનો ઉપયોગ એપ્લિકેશન થકી પણ કરી શકાશે. Gmail-ગૂગલ દ્વારા એક નવું ફીચર રજૂ કરવામાં આવ્યું છે. જેનાથી યુઝર્સ કોઈપણ ભાષામાં તેમનો મેઇલ કંપોઝ કરી શકે છે. પછી તેને અન્ય કોઈપણ ભાષામાં કન્વર્ટ કરી શકે છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરે જીમેલ એપને અપડેટ કરવી પડશે અને તે પછી તે આ ફીચરનો ઉપયોગ કરી શકશે. જોકે, છેલ્લા ઘણા સમયથી ગૂગલે જુદી જુદી ભાષાઓને લઈને મેઈલમાં જગ્યા આપવાનું શરૂ કરી દીધું છે. એટલે કે જો જે તે ભાષાનું ટાઈપિંગ આવડતું હોય તો ગમે તે રીતે મેઈલ કરી શકાય છે.

નવું ફીચર ખૂબ જ ઉપયોગી પુરવાર થશે

ભાષા અનુવાદ સુવિધા Gmail દ્વારા બહાર પાડવામાં આવી છે. આ ફીચર મોબાઈલ વર્ઝન માટે છે. જ્યાંથી સ્થાનિક ભાષામાં મોબાઈલ પર મેઈલ લખી શકશો અને પછી તેને કોઈપણ ભાષામાં કન્વર્ટ કરી શકશો. કહેવાનો અર્થ છે કે યુઝર્સ પોતાની ભાષામાં મેઈલ લખતા રહેશે, તે મેઈલ તમારા દ્વારા નિર્દિષ્ટ ભાષામાં આપોઆપ ટાઈપ થઈ જશે. એટલું જ નહીં એ મેઈલની ભાષાને બીજી ભાષામાં કન્વર્ટ પણ કરી શકાશે.

ટ્રાંસલેટર ફીચર્સ ઉમેરી દીધુ

ટ્રાંસલેશનની સુવિધા Gmail દ્વારા Gmail એપ્લિકેશનમાં ઇનબિલ્ટ કરવામાં આવી છે. અગાઉ આ ફીચર ફક્ત વેબ વર્ઝન માટે જ ઉપલબ્ધ હતું. જોકે હવે તેને મોબાઈલ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. જેઓ અંગ્રેજી કે અન્ય કોઈ ભાષા જાણતા નથી તેમના માટે આ સુવિધા ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે એટલે કે 8મી ઓગસ્ટથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જ્યારે iOS યુઝર્સ 21 ઓગસ્ટથી આ ફીચરનો આનંદ ઉઠાવી શકશે.

એપ્લિકેશન અપડેટ કરીને યુઝ કરવો પડશે

સૌથી પહેલા તમારે Gmail એપ અપડેટ કરવાની રહેશે. મોબાઈલ વર્ઝનમાં પણ યુઝર્સને વેબ વર્ઝનની જેમ ટોચ પર એક નાનું બેનર દેખાશે, જ્યાંથી તમે કોઈપણ ભાષામાં Gmailમાં મેઈલ લખી શકશો. જો તમારી પ્રાથમિક ભાષા અંગ્રેજી છે, તો બેનરમાં અન્ય કોઈપણ ભાષા પસંદ કરીને, તમે તેમાં મેઈલ લખી શકશો.

  • Follow us on: