એલેન મસ્કની કંપની SpaceXના સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ Starlinkને ભારત સરકારથી કમર્શિયલ ઈન્ટરનેટ સર્વિસની મંજૂરી મળી ગઈ છે. હવે ટૂંક સમયમાં દેશભરમાં અને ગ્રામીણ વિસ્તારોમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ પહોંચી શકશે, જ્યાં અત્યાર સુધી મોબાઈલ નેટવર્ક પણ પહોંચી શક્યા નથી.
Starlink એક સેટેલાઈટ-બેસ્ડ ઈન્ટરનેટ સર્વિસ છે જે પૃથ્વીના લો-ઓર્બિટમાં ફરતા હજારો નાના સેટેલાઈટની મદદથી ઈન્ટરનેટ સેવા આપે છે. તેનો ઉદેશ્ય એ જગ્યાઓ સુધી ઈન્ટરનેટ પહોંચાડવવાનો છે જ્યાં નેટવર્ક અસફળ રહ્યા છે.
ભારતમાં Starlinkની સ્પીડ કેટલી રહેશે?
દુનિયાના અન્ય દેશોમાં Starlinkની એવરેજ સ્પીડ:
- ડાઉનલોડ: 100-250 Mbps
- 20–40 Mbps અપલોડ સ્પીડ: 20-40 Mbps
- લેટેંસી: 20 ms થી 50 ms
ભારતમાં પણ આવી જ સ્પીડ મળશે તેવી આશા છે, જો ગેમિંગ, વીડિયો કોલિંગ અને HD સ્ટ્રીમિંગ માટે ઉપયોગી હશે.
કેટલી કિંમત હશે?
જો કે હજુ કોઈ સતાવાર રીત જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ગ્લોબલ પ્રાઈસિંગના આધાર અનુમાન છે:
- Monthly plan: રૂ 2000 થી રૂ 5000
- એક વાર કિટની કિંમત: 40000 રૂ
કિટમાં સામેલ હશે આ વસ્તુઓ
- ડિશ એન્ટીના
- વાયર
- WiFi રાઉટર
- ઈન્સ્ટોલેશન પછીનો માસિક ચાર્જ જ આપવાન રહેશે
Starlinkથી ફાયદા શું થશે?
- ગ્રામીણ, પહાડી વિસ્તારોમાં ઝડપી ઈન્ટરનેટ આવશે
- Jio અને Airtel નેટવર્ક ના હોવાથી કનેક્ટિવિટી સંભવ છે
- વિધાર્થીઓ ઓનલાઈન ક્લાસ કરી શકે છે
- ટેલીમેડિસિનની મદદથી ડોક્ટરની સલાહ મળી શકશે
- ડિજિટલ ઉપકરણો બૂસ્ટ થશે- પંચાયત, સ્કૂલ, લોકલ બિઝનેસમાં જોડાણ થશે
- આપત્કાલિન પરિસ્થિતિઓમાં પણ ઈન્ટરનેટ ઉપલબ્ધ રહેશે
ભારતમાં પહેલેથી ઉપલ્બધ છે સેટેલાઈટ ઈન્ટરનેટ કંપનીઓ
1. One Web (Eutelsat):
- ભારત એન્ટરપ્રાઈઝ અને બ્રિટિશ સરકારનું જોઈન્ટ વેંચર
- મુખ્ય રૂપથી સરકારી અને કોપરિટ ક્લાયન્ટ્સનો સેવાઓ મળશે
2. Reliance Jio Satellite (JioSpaceFiber):
- જિયોની નવી સેવા, અત્યારે સીમિત ક્ષેત્રોમાં ટેસ્ટિંગ
- રિમોટ એરિયા પર ફોકસ
3. Hughes Communications India:
- લાંબા સમય સુધી સરકારી અને રક્ષા ક્ષેત્રોમાં સેટેલાઈટ પ્રદાન કરશે.