એલોન મસ્કની ટેક કંપની xAI નું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ, ગ્રોક (Grok), હાલમાં એક ગંભીર વિવાદના કેન્દ્રમાં છે. ગ્રોક દ્વારા જનરેટ કરવામાં આવી રહેલા વાંધાજનક 'બિકીની-ઇમેજ' ટ્રેન્ડને કારણે વૈશ્વિક સ્તરે હોબાળો મચી ગયો છે. મસ્કની કંપનીના મામલે ભારત સરકાર પ એકશનમાં આવી છે. ભારત સરકારે કંપની પાસેથી ખુલાસો માંગ્યો છે. દરમિયાન એવા અહેવાલ છે કે યુકે (બ્રિટન) માં મસક્ની આ એપ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે.


મસ્કની કંપનીનો શું છે સમગ્ર વિવાદ?

ગ્રોક ચેટબોટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' અગાઉનું ટ્વિટર સાથે સંકળાયેલું છે. હાલમાં ગ્રોક ચેટબોટ વિવાદ શરુ થવાનું કારણ તેનો દુરુપયોગ છે. કારણ કે કેટલાક વપરાશકર્તાઓએ ગ્રોક ચેટબોટમાં AI નો ઉપયોગ કરી મહિલાઓ અને બાળકોની વાંધાજનક તસવીરો બનાવી હતી. ડીપફેક ઇમેજ કહેવાતી આ તસવીરોને યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા અને ડાર્ક વેબ પર શેર કરવામાં આવી રહી હતી. ગ્રોક AI સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરીને અશ્લીલ સામગ્રી જનરેટ કરતા હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે. એટલે જ લોકો દ્વારા ગ્રોક ચેટબોટ સામે એકશન લેવાની માગ કરી રહ્યા છે. 

ભારત સરકારનું કડક વલણ

ભારતમાં પણ ગ્રોક ચેટબોટમાં અશ્લીલ સામગ્રીને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ભારત સરકારે પણ ગ્રોક એઆઈના બિકીની ટ્રેન્ડ પર કડક વલણ અપનાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કોઈપણ પ્લેટફોર્મ પર આવી અશ્લીલ અને સુરક્ષાને જોખમમાં મૂકતી સામગ્રી સહન કરવામાં આવશે નહીં. મસ્કની કંપની X દ્વારા આપવામાં આવેલા પ્રારંભિક ખુલાસાને ભારત સરકારે અસંતોષકારક ગણાવીને ફગાવી દીધો છે. સરકારે આદેશ આપ્યો છે કે આવી તમામ સામગ્રી તાત્કાલિક હટાવવામાં આવે. આ ઉપરાંત સરકારે ભવિષ્યમાં AI દ્વારા આવા વાંધાજનક સામગ્રી ના સર્જાય તે માટે કંપનીએ કયા ટેકનિકલ ફિલ્ટર્સ અને સુરક્ષા કવચ તૈયાર કર્યા છે તેવી કંપની પાસે જાણકારી માંગી છે.


આ પણ વાંચો : Auto News: ઇલેક્ટ્રિક કાર ચાર્જ કરતી વખતે ક્યારેય ન કરો આ ભૂલો! આટલી બાબતોનું રાખવું ખાસ ધ્યાન

  • Follow us on: