2022માં લોન્ચ થયા પછી ChatGPT આખી દુનિયામાં ઘણું ફેમસ થયું છે. રિપોર્ટ મુજબ, આ ટૂલને રોજ 1 અરબ વાર સર્ચ કરવામાં આવે છે. જે તે ગૂગલથી પણ વધારે છે. આર્ટિફિશિયલ ઈંન્ટેલિજ્યસની મદદથી ચાલવાવાળું ChatGPT આજે રાઈટિંગ, કોડિંગ, રિસર્ચ અને કસ્ટમર સર્વિસ જેવા કામોમાં લોકોની અને કંપનીની મદદ કરે છે. પરંતુ આની આટલી બધી ખાસિયતો હોવા છતાં તેના પર વિશ્વાસ કરવો યોગ્ય છે કે નહીં?
ભલેને ChatGPT પર દરેક સવાલનો જવાબ મળી રહેતો હોય પરંતુ તેનો અર્થ એ નથી કે તે તમારો ડોક્ટર બની શકે. ઘણીવાર ડોક્ટર પાસે જવામાં કંટાળો આવતો હોય છે પરંતુ એવી આળસ ના રાખવી અને ડોક્ટર પાસે જઈને સારવાર કરાવી જોઈએ. સ્વાસ્થ્ય માટે ChatGPT પાસેથી હેલ્થ ટિપ્સ લેવી જોખમી હોઈ શકે છે.
હેકિંગ સંબંધિત સવાલો ના પૂછો
જો તમે વિચારી રહ્યા છો કે ChatGPT પાસેથી સોશિયલ મીડિયા કે ઈમેલ હેક કરવાની રીતે પૂછશો તો તે ખોટું છે. હેકિંગ એ ગૂનો છે તેમજ ChatGPT અને AI ટૂલ્સને આ બધાની જાણકારી આપવા પર રોક લગાવવામાં આવી છે.
કાનૂની સલાહ લેવી ખતરનાક બની શકે છે
કાનૂની બાબતોને ધ્યાનમાં રાખી તેમજ તેની ગંભીરતાને જોતાં, ChatGPTમાંથી લેવામાં આવેલી કાનૂની સલાહ તમારા માટે ખોટી સાબિત થઈ શકે છે. જ્યાં સુધી મામલો સામાન્ય માહિતી પૂરતો મર્યાદિત હોય ત્યાં સુધી તે ઠીક છે, પરંતુ કોઈપણ કાનૂની કાર્યવાહી કરતા પહેલા વકીલની સલાહ લેવી સમજદારીભર્યું રહેશે.
નાણાકીય કે રોકાણના નિર્ણયો ન લો
જો તમે ઇચ્છો છો કે ChatGPT શેરબજાર અથવા રોકાણ સંબંધિત આગાહીઓ કરે, તો સાવચેત રહો. AI-આધારિત માહિતી ઘણીવાર પૂરતી હોતી નથી અથવા બીજા ડેટા કે જુના ડેટા આધારિત હોઈ શકે છે. આવા નિર્ણયો લેતા પહેલા, ફાઈનેન્શિયલ એક્સપર્ટ પાસેથી અથવા જાતે માહિતી એકત્રિત કરીને નિર્ણય લેવો વધુ સારું રહેશે.
ખતરનાક અથવા હિંસક માહિતી માટે પૂછશો નહીં
જો તમે ChatGPT ને બોમ્બ કેવી રીતે બનાવવો જેવી ખતરનાક માહિતી માગવાનો પ્રયાસ કરશો, તો તે તરત જ ના પાડી દેશે. આ સાધન સુરક્ષા અને નીતિશાસ્ત્રનું સખતપણે પાલન કરે છે અને કોઈપણ પ્રકારની હિંસક અથવા ગેરકાયદેસર માહિતી આપવાનો સ્પષ્ટપણે નકારી દેશે.
ChatGPT ક્યાં મદદ કરી શકે છે?
કેટલીક મર્યાદાઓ હોવા છતાં, તમે ChatGPT સાથે ઘણી સારી વસ્તુઓ કરી શકો છો જેમ કે મુસાફરીની યોજનાઓ બનાવવી, નવા શહેર વિશે માહિતી મેળવવી, અભ્યાસમાં મદદ મેળવવી અથવા તે વર્ચ્યુઅલ શિક્ષકની જેમ કામ કરી શકે છે, તમને વસ્તુઓ સમજાવી શકે છે, સવાલો બનાવી શકે છે અને તમારા જવાબોનું વિશ્લેષણ પણ કરી શકે છે.