વરસાદની સીઝનતો બધાને ગમે છે ઘણા લોકોને વરસાદમાં બહાર ફરવાનું અને વરસાદમાં નહાવાનું ખૂબ જ પસંદ હોય છે. ઘણા લોકોને વરસાદ પસંદ નથી હોતો પરંતુ બંનેમાં એક સામાન્ય વાત એ છે કે જ્યારે પણ વરસાદ આવે તો વ્યકિત પહેલા પોતાના ફોનને સુરક્ષિત રાખે છે.


તેમજ ઘણા લોકોનો ફોન પાણીમાં પલળી જતો હોય છે અને તેઓ મૂંઝવાઈ જાય છે કે હવેશું કરવું અને કોઈ ખોટું પગલું ઉઠાવી લે છે, અને ફોનની બેન્ડ વાગી જાય છે. બેન્ડ વાગવાનો અર્થ એ છે કે તમારી બેદરકારીના કારણે ફોન ખરાબ થઈ જાય છે, અને નુકસાન થાય છે.

ફોન પલળી જાય તો પછી શું કરવું?

  1. જો તમારો ફોન ભીનો થઈ જાય અને હજુ પણ કામ કરતો હોય, તો તરત જ ફોન બંધ કરો. કારણ કે આમ કરવાથી શોર્ટ સર્કિટનું જોખમ ઓછું થાય છે.
  2. જો ફોન ભીનો થઈ જાય, તો ફોનમાંથી સિમ કાર્ડ અને મેમરી કાર્ડ કાઢી નાખો.
  3. જો ફોન ભીનો થઈ જાય, તો નરમ અને સૂકા કપડાથી ફોનની બહારની સપાટી પરથી પાણી હળવેથી સાફ કરો.
  4. એવું કહેવાય છે કે જો ફોન ભીનો થઈ જાય, તો હેન્ડસેટને 24 થી 48 કલાક માટે ચોખામાં છોડી દેવો જોઈએ, કારણ કે ચોખા ભેજ શોષી લે છે.

શું ના કરવું જોઈએ?

  • જો તમારો ફોન ભીનો થયા પછી બંધ થઈ ગયો હોય, તો ભૂલથી પણ તેને ચાલુ કરવાની ભૂલ ન કરો. આ સિવાય ભૂલથી પણ ફોનને ચાર્જિંગ પર મૂકવાની ભૂલ ન કરો.
  • ફોનને સૂકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ ન કરો, તેની ગરમ હવા ફોનના અંદરના ભાગોને નુકસાન પહોંચાડી શકે છે.
  • ફોનને સીધા સૂર્યપ્રકાશમાં રાખવાનું ટાળો કારણ કે તે ફોનના ભાગોને નુકસાન પહોંચાડી શકે છે, ખાસ કરીને બેટરી વધુ ગરમ થઈ શકે છે.

વરસાદની સીઝનમાં હંમેશા ધ્યાન રાખવું જોઈએ અને હંમેશા એક પ્લાસ્ટિકની બેગ રાખવી જોઈએ જેનાથી જરૂરત સમયે તે બેગનો ઉપયોગ કરી શકો અને તમારા ફોનનો બચાવ કરી શકો. 

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.  


  • Follow us on: