ભારતીયોના જીવનનો આજે ઈન્ટરનેટ એક જરૂરી ભાગ બની ગયું છે. સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ ફોન સ્ક્રોલ કરવો, સોશિયલ મીડિયા પર અપડેટ્સ ચેક કરવા, કંઈક ગૂગલ કરવું કે યુટ્યુબ પર વીડિયો જોવું, આ બધું હવે આપણી રોજિંદી આદત બની ગયું છે.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતમાં વધારે કઈ વેબસાઇટ્સ સૌથી વધુ વિઝિટ કરવામાં આવી રહી છે? સૌથી વધારે સમય લોકો કઈ સાઇટ્સ પર વિતાવી રહ્યા છે? એક રિપોર્ટ મુજબ ઘણી વેબસાઈટ્સના નામ બહાર આવ્યા હતા.
ગુગલ (Goggle)
ભારતમાં સૌથી વધુ વપરાતી વેબસાઇટ ગુગલ છે. દરરોજ, કરોડો લોકો કોઈને કોઈ બાબત વિશે માહિતી મેળવવા માટે ગુગલનો ઉપયોગ કરે છે. રસોઈ બનાવવાની રેસીપી હોય કે સરકારી યોજના વિશેની માહિતી, ગુગલ પાસેથી બધું જ માગવામાં આવે છે. તે નંબર 1 પર હોવાને લાયક છે.
યુટ્યુબ (YouTube)
યુટ્યુબ હવે ફક્ત એક વીડિયો પ્લેટફોર્મ નથી રહ્યું, પરંતુ તે પૂર્ણ-સમયનું મનોરંજન કેન્દ્ર બની ગયું છે. દરેક વર્ગના લોકો અહીં કંઈક ને કંઈક જુએ છે, પછી ભલે તે સંગીત વીડિયો હોય, કોમેડી હોય, સમાચાર હોય, શિક્ષણ હોય કે ગેમિંગ હોય. યુટ્યુબને ભારતમાં દરરોજ અબજો વ્યૂઝ મળે છે, જે તેને ટોપ પર રાખે છે.
ફેસબુક (Facebook)
આજની નવી પેઢીમાં ફેસબુકની લોકપ્રિયતા થોડી ઘટી હોવા છતાં, ભારતમાં હજુ પણ કરોડો લોકો દરરોજ ફેસબુક ખોલે છે. ફોટા શેર કરવા, ટિપ્પણી કરવા, જૂના મિત્રો સાથે જોડાવા, આ બધા તેને ટોપની યાદીમાં રાખે છે.
ઇન્સ્ટાગ્રામ (Instagram)
ઇન્સ્ટાગ્રામ હવે ફક્ત ફોટા પોસ્ટ કરવાનું સ્થળ નથી રહ્યું, પરંતુ રીલ્સ, લાઇવ સ્ટોરી અને ટૂંકા વીડિયો દ્વારા ભારતના યુવાનોનું પ્રિય બની ગયું છે. નાના શહેરોમાં ખાસ કરીને રીલ્સ બનાવવાનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.
વોટ્સએપ (WhatsApp)
મોબાઈલ પર ચેટિંગની સાથે લોકો હવે ઓફિસ અને વર્ક ફ્રોમ હોમ કલ્ચરમાં WhatsApp વેબનો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ તે મીટિંગ્સ, ફાઇલ શેરિંગ, અને ગ્રુપ કોમ્યુનિકેશન માટે ખૂબ જ ઉપયોગી બન્યું છે.
ઓનલાઈન શોપિંગ (online shopping)
ભારતીયોની ઓનલાઈન શોપિંગ એ હવે નવી આદત બની ગઈ છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને સાઇટ્સ પર દરરોજ લાખો લોકો વિઝિટ લે છે. સેલ સીઝન દરમિયાન ટ્રાફિક એટલો વધી જાય છે કે સાઇટ લગભગ ક્રેશ થઈ જાય છે.