મોબાઇલની બેટરી સવાર પડે 100% જોવાની મોટાભાગના લોકોની આદત ક્યારેક ખરા અર્થમાં ખતરનાક સાબિત થઈ શકે છે, શું છે આ પાછળનું કારણ જાણીએ આ લેખમાં.


આખીરાતનું ચાર્જિંગ કરશે નુકસાન

આધુનિક સ્માર્ટ ફોનમાં ખુબજ નાના સેન્સર રહેલા હોય છે જેનું સંચાલન સ્માર્ટફોનમાં રહેલી બેટરી દ્વારા કરવામાં આવતું હોય છે. મોટા ભાગના સ્માર્ટફોન બેટરી લિથિયમ-આયન અથવા લિથિયમ-પોલિમર ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી હોય છે. ટેક નિષ્ણાતોના મત મુજબ જ્યારે ફોન 100% ચાર્જ થઈ જાય છે અને તેમ છતાં પણ જો ફોન પ્લગ અને વાયર સાથે ચાર્જમાં જોડાયેલ હોય છે તો આ બાબત મોબાઈલ પર મોટું દબાણ લાવી શકે છે અને ઓવરચાર્જિંગના કારણે મોટું નુક્સાન થઈ શકે છે.

સતત ચાર્જિંગ બેટરી પર દબાણ આવે છે

ટેક નિષ્ણાતોના મત મુજબ રાત્રે ફોન ચાર્જિંગ પર રાખવાથી ગરમીનું પ્રણામ મોબાઇલમાં ખુબજ વધી જાય છે. મોબાઈલને લાંબા સમય સુધી ચાર્જિંગ પર રાખવાથી મોબાઇલમાં દાખલ થતી ગરમી ખાલી બેટરીને નુકસાન કરશે એવું જરાય નથી પણ એ સિવાય તે મોબાઈલમાં રહેલા આંતરિક સર્કિટને પણ નુકસાન પહોંચાડી શકે છે. ઘણીવાર એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે વધારે પ્રમાણમાં મોબાઈલને ચાર્જ કરવાને કારણે ઓવરહિટીંગ આગ અથવા વિસ્ફોટ થવાની ઘટનાઓ પણ સામે આવી છે.

ચાર્જિંગની સાચી પદ્ધતિ શું છે?

ટેક નિષ્ણાતોના મત મુજબ જો મોબાઈલ ધરાવનાર વ્યક્તિનું સ્થાન છેવાડાના કોઈ ગામડામાં છે જ્યાં રાત્રે પાવર વોલ્ટેજ અચાનક વધે અથવા ઘટે, તો તે ફોનના ચાર્જિંગ પોર્ટ, બેટરી અથવા મધરબોર્ડને ચાર્જિંગ થતા સમયે મોટું નુકસાન પણ થઈ શકે છે. નિષ્ણાતોના મત મુજબ ફોનને 80% સુધી ચાર્જ રાખવો શ્રેષ્ઠ છે. આ બેટરી પરનો તણાવ ઘટાડે છે અને તેનું જીવનકાળ વધારે છે. જો તમારે રાત્રે ચાર્જ કરવું જ પડે, તો સ્માર્ટ ચાર્જિંગ સુવિધા ધરાવતો ફોન અથવા ચાર્જરનો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થઈ શકે છે.


  • Follow us on: