વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં એક સુપરમૈસિવ બ્લેક હોલમાંથી નીકળતી અત્યાર સુધીની સૌથી તેજસ્વી પ્રકાશ એટલે કે ફ્લેયર જોવા મળી છે. આ ફ્લેર એટલો તેજસ્વી હતો કે તે 10 લાખ કરોડ સૂર્ય જેટલો પ્રકાશ આપી શકે છે. આ શોધ બ્રહ્માંડના બ્લેક હોલના રહસ્યોને સમજવામાં મોટી મદદ મળશે. પ્રકાશ અને ઉર્જાનો વિસ્ફોટ બ્લેક હોલની આસપાસના ગેસ ડિસ્કમાં ગડબડી અથવા ગૂંચવાયેલા ચુંબકીય ક્ષેત્રોને કારણે થયો હશે. ચાલો આ રોમાંચક શોધ પાછળની સંપૂર્ણ વાર્તા જાણીએ.


ફ્લેર શું છે અને તે કેવી રીતે બને છે?

બ્લેક હોલ બ્રહ્માંડના સૌથી રહસ્યમય અને શક્તિશાળી ભાગ છે. તેઓ એટલા ઘન છે કે પ્રકાશ પણ તેમાં ફસાઈ જાય છે. સુપરમેસિવ બ્લેક હોલ લાખો-કરોડો સૂર્ય જેટલા મોટા હોય છે. ક્યારેક તેમની આજુબાજુની ગરમ ગેસ ડિસ્કમાં હિચકી આવવા જેવી ગડબડી થતી રહેતી હોય છે. અથવા ચુંબકીય ક્ષેત્રો ગૂંચવાઈ જાય છે. તે વખતે પ્રકાશ અને ઊર્જાનો વિસ્ફોટ થાય છે, જેને "ફ્લેર" કહેવામાં આવે છે. આ જ તારાની “આત્મા” છે. આવા ફ્લેર વૈજ્ઞાનિકોને બ્લેક હોલની અંદરની દુનિયાની ઝાંખી આપે છે . જેમ કે કોઈ ટોર્ચ અંધારા રૂમને પ્રકાશિત કરે. આવા ફ્લેરથી વૈજ્ઞાનિકોએ બ્લેક હોલની આજુબાજુના વાતાવરણને વધુ સારી રીતે સમજી રહ્યા છે.

આ શોધ ક્યારે અને કેવી રીતે થઈ?

આ તેજસ્વી ફ્લેર 2018માં કેલિફોર્નિયાની પાલોમાર વેધશાળાના કેમેરાએ પકડ્યો હતો. આ ફ્લેર ત્રણ મહિના સુધી ખૂબ તેજ રહ્યો અને પછી ધીમે ધીમે ઓછો થતો ગયો. વૈજ્ઞાનિકોને શરૂઆતમાં આ આંકડાઓ પર વિશ્વાસ જ નહોતો આવ્યો. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સંશોધન દ્વારા સૌપ્રથમ તેઓ તે ઊર્જાના આંકડાઓ જોઈને ચકિત થઈ ગયા.

બ્રહ્માંડ બન્યા સમયે ઉત્પન્ન થઇ હતી ચમક

આ ફ્લેર એક સુપરમેસિવ બ્લેક હોલમાંથી આવ્યો હતો, જે પૃથ્વીથી 10 અબજ પ્રકાશ વર્ષ દૂર છે. આ અત્યાર સુધીનો સૌથી દૂરનો ફ્લેર છે. એક પ્રકાશ વર્ષ એટલે આશરે 9.7 ટ્રિલિયન કિલોમીટર. એટલે કે આ પ્રકાશ બ્રહ્માંડના બાળપણના સમયથી આવી રહ્યો છે, જ્યારે બ્રહ્માંડ નવું જ બનેલુ હતુ.

એક તારાની દુઃખદ કહાની

વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે આ ફ્લેર એટલા માટે આવ્યો જ્યારે એક મોટો તારો બ્લેક હોલની ખૂબ નજીક ગયો. બ્લેક હોલના અતિશય ગુરુત્વાકર્ષણ બળે તે તારાને તૂટી પડવા મજબૂર કર્યો. આ પ્રક્રિયાને ટાઈડલ ડિસરપ્શન ઈવેન્ટ કહેવામાં આવે છે. તારાના ટુકડાઓ બ્લેક હોલમાં પડતા પહેલા ખૂબ ગરમ થઈ ગયા અને તેમણે અતિ તેજ પ્રકાશ છોડ્યો.એટલો તેજ કે તે દૂરથી પણ દેખાય છે.

બ્લેક હોલ: બ્રહ્માંડના રહસ્યમય રાજા

આપણી આકાશગંગા "મિલ્કી વે" સહિત લગભગ દરેક મોટી આકાશગંગાના કેન્દ્રમાં એક સુપરમેસિવ બ્લેક હોલ છે. પરંતુ વૈજ્ઞાનિકોને હજી ખબર નથી કે આવા બ્લેક હોલ કેવી રીતે બને છે. આ વિશાળકાય રાક્ષસો લાખો-કરોડો સૂર્ય જેટલા ભારે હોય છે. તેમનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિકોએ બ્લેક હોલની આસપાસના તારાઓના વિસ્તારને વધુ સારી રીતે સમજવા માંગે છે. વૈજ્ઞાનિકોના મતે આ શોધ અમને બ્રહ્માંડના શરૂઆતના સમયમાં સુપરમેસિવ બ્લેક હોલ અને તેમના આસપાસના વાતાવરણ વચ્ચેના સંબંધોનું અધ્યયન કરવાની તક આપે છે.


  • Follow us on: