અનેક વખત કોલ પર વાત કરતા લોકોને એવો આભાસ થતો હોય છે કે કોઇ કોલ રેકોર્ડ તો નથી કહી રહ્યુ? આ સવાલ પહેલાથી પણ વધારે જરૂરી બની ગયો છે. ભલે તે પર્સનલ વાત હોય, ઓફિસ મીટિંગ, કોલ રેકોર્ડિગ હવે એક મોટી પ્રાઇવસી ઇશ્યૂ બની ચૂક્યુ છે. પરંતુ શું હકીકતમાં જાણી શકીએ છીએ કે આપણો કોલ રેકોર્ડ થઇ રહ્યો છે કે નહીં.
ઓડિયો ગુણવત્તા પર ધ્યાન આપો
જો કોલ દરમિયાન હળવી બીપ, ક્લિક્સ અથવા ઇકો (echo) સંભળાય છે, તો એ સંકેત હોઈ શકે છે કે તમારી કોલ રેકોર્ડ થઈ રહ્યો છે. ઘણી રેકોર્ડિંગ એપ્સ અથવા ડિવાઇસીસ ઓડિયો ટ્રાન્સમિટ કરતી વખતે માઇક્રો-નોઇઝ ઉત્પન્ન કરે છે.
કોલ રેકોર્ડિંગ એપ્સ તપાસો
આજકાલ ઘણાં ફોનમાં રેકોર્ડિંગ ફીચર ઇન-બિલ્ટ આવે છે, પરંતુ કેટલાક લોકો થર્ડ પાર્ટી એપ્સ વડે પણ કોલ રેકોર્ડ કરે છે. તમારા ફોનમાં જઈને આ રીતે તપાસો: Settings → Apps → Permissions → Microphone Access: અહીં જુઓ કે કઈ એપ્સને માઇક્રોફોનની પરવાનગી છે. જો કોઈ એવી એપ દેખાય જે તમે ઇન્સ્ટોલ કરી હોવાનું યાદ નથી, તો તરત તેને કાઢી નાખો.
ફોનના નોટિફિકેશન પર ધ્યાન આપો
ઘણા એન્ડ્રોઇડ ફોન જેમ કે Samsung, Xiaomi, Realme અથવા OnePlusમાં જ્યારે કોલ રેકોર્ડ થાય છે, ત્યારે સ્ક્રીન પર નાનું નોટિફિકેશન આવે છે. “Recording Started” અથવા “Recording On”. પરંતુ કેટલાક લોકો મોડિફાઇડ અથવા ક્રેક્ડ એપ્સથી આ નોટિફિકેશન છુપાવી પણ લે છે, એટલે 100% વિશ્વાસ ન કરવો.
iPhone યુઝર્સ માટે એલર્ટ
iPhoneમાં થર્ડ પાર્ટી કોલ રેકોર્ડિંગ એપ્સ બહુ મર્યાદિત છે, અને યુઝરની મંજૂરી વગર રેકોર્ડિંગ લગભગ અશક્ય હતી. પણ હવે iPhoneમાં પણ કોલ રેકોર્ડિંગ ફીચર આવી ગયું છે. કોલ રેકોર્ડ વોર્નિંગ પર ધ્યાન આપો.
નેટવર્ક અથવા કોલ ડ્રોપ્સ પર નજર રાખો
કેટલાક નિષ્ણાતોના કહેવા મુજબ, જો કોલ દરમિયાન વારંવાર નેટવર્ક ફેરફાર (fluctuation) કે અચાનક ડિલે (delay) અનુભવાય, તો એ પણ રેકોર્ડિંગ સિસ્ટમનો સાઈડ ઈફેક્ટ હોઈ શકે છે. જોકે હંમેશા આવું નહીં પણ જો આ પેટર્ન વારંવાર દેખાય, તો સાવચેત રહેવું સારું.
WhatsApp, Telegram, Signal પર કોલ રેકોર્ડિંગનો સત્ય
આ એપ્સની કોલ્સ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ હોય છે, એટલે વચ્ચે કોઈ રેકોર્ડ કરી શકતું નથી. પરંતુ... જો સામેવાળો સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરે, તો તમારી કોલ રેકોર્ડ થઈ શકે છે. એટલે કોઈપણ એપ પર કોલ દરમિયાન બેકગ્રાઉન્ડમાં રેકોર્ડિંગ સિમ્બલ કે નોટિફિકેશન દેખાય તો ધ્યાન આપો.
તમારા ફોનમાં ‘Privacy Dashboard’ તપાસો
Android 12 અને તે પછીના વર્ઝનમાં Privacy Dashboard નામનું ફીચર આવે છે. અહીં તમે જોઈ શકો છો કે ક્યારે અને કઈ એપે તમારો માઇક્રોફોન અથવા કેમેરાનો ઉપયોગ કર્યો. જો કોઈ એપ વારંવાર માઇક્રોફોન ઓન કરે છે અને તેની જરૂર નથી, તો તેને કાઢી નાખવી શ્રેષ્ઠ રહેશે.