આજના ડિજિટલ યુગમાં સ્કેમ મેસેજ અને શંકાસ્પદ લિંક્સ એક ગંભીર જોખમ બની ગયા છે. નિર્દોષ લોકોને છેતરીને તેમની મહેનતની કમાણી લૂંટી લેતા સ્કેમર્સ સામે હવે Google એ એક શક્તિશાળી હથિયાર આપ્યું છે: Circle to Search. આ AI-આધારિત ફીચરની મદદથી તમે કોઈપણ મેસેજની સચ્ચાઈ સેકન્ડોમાં જાણી શકો છો.
કેવી રીતે કામ કરે છે આ સુરક્ષા ચક્ર?
જો તમને કોઈ શંકાસ્પદ મેસેજ અથવા લિંક મળે, તો ગભરાવાને બદલે આ સ્ટેપ્સ ફોલો કરો.....
એક્ટિવેશન: તમારા એન્ડ્રોઇડ ફોનના હોમ બટન અથવા નેવિગેશન બારને લોંગ પ્રેસ કરો.
સર્કલ બનાવો: શંકાસ્પદ મેસેજ કે લિંક પર આંગળીથી સર્કલ (ગોળ) દોરો.
AI વિશ્લેષણ: Google નું AI તરત જ તેનું એનાલિસિસ કરશે. તે તમને જણાવશે કે આ મેસેજ સ્કેમ છે કે નહીં અને તેમાં રહેલા રેડ ફ્લેગ્સ એટલે કે ખતરાના સંકેતો વિશે ચેતવશે.
જો 'Circle to Search' ન હોય તો?
ચિંતા કરશો નહીં! જો તમારા ફોનમાં આ ફીચર નથી, તો તમે Google Lens નો ઉપયોગ કરી શકો છો. શંકાસ્પદ મેસેજનો સ્ક્રીનશોટ લો, Google એપમાં જઈ Lens આઇકન પર ક્લિક કરો અને સ્ક્રીનશોટ અપલોડ કરો. Google તમને તે મેસેજની વિશ્વસનીયતા વિશે વિગતો આપશે.
આ પણ વાંચોઃ Italy: માઉન્ટ એટના પર કુદરતનો અદ્દભુત ચમત્કાર, બરફમાં લાગી ભીષણ આગ, જુઓ Video