16 અરબ પાસવર્ડ લીક થયાની ઘટના પછી દરેક લોકો આ બાબતને કારણે સ્ટ્રેસમાં છે. શું પાસવર્ડ જ એકાઉન્ટની મજબૂત સિક્યોરિટી માટે યોગ્ય છે? ઘરને ચોરોથી બચાવા માટે ફક્ત લોક જ લગાવાય છે નહીં? નહીં ને તો પછી હેકર્સ અને સ્કેમર્સથી એકાઉન્ટને સેફ રાખવા માટે દરેક લોકો પાસવર્ડનો ઉપયોગ કરે છે પરંતુ આજના જમાનામાં હેકર્સ એટલા સ્માર્ટ થઈ ગયા છે કે તેવો ગમે તે રીતે પાસવર્ડને તોડી શકે છે.


Google નું Passkey ફીચર પહેલેથી જ યુઝર્સ પાસે છે પરંતુ હવે પાસવર્ડ લીક થયાની ઘટના પછી ફેસબૂકના યુઝર્સની સેફ્ટીને ધ્યાનમાં રાખીને હવે Passkey ફીટરને રોલઆઉટ કરવામાં આયું છે આજે તમને સમજાવવાના છીએ કે પાસવર્ડ કે પાસ-કી બંને વચ્ચે શું અંતર છે? એકાઉન્ટની મજબૂતી માટે શેનો ઉપયોગ કરવો જોઈએ.

પાસવર્ડ અને પાસ-કીમાં શું અંતર?

પાસવર્ડ અને પાસ-કી બંને એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે વાપરવામાં આવે છે. પરંતુ તેના કામ કરવાની રીતમાં ઘણું અંતર છે. પાસવર્ડ એક કોડ હોય છે જેને તમે પોતે બનાવો છો.

જ્યારે તમે લોગિન કરો તો તમે કોડ નાખીને લોગ-ઈન કરો ત્યારે તે કોડ સર્વરને જાય છે અને તેના દ્વારા પાસવર્ડ વેરિફાઈ થાય છે. ઘણા લોકો એકાઉન્ટ માટે નબળો પાસવર્ડ રાખે છે અને હેકર્સ તે પાસવર્ડને આરામથી હેક કરી લે છે, આ જ કારણથી હવે પાસવર્ડ બદલે પાસ-કી ફીચરને એપમાં જોડવામાં આવી રહ્યું છે.

Passkeyનો ઉપયોગ કેમ કરવો?

Passkeyનો ઉપયોગ કરતા સમયે પાસવર્ડની જરૂર પડતી નથી અને તેમજ તમારે પાસવર્ડ વગર એકાઉન્ટ લોગિન કરી શકો છો. પાસ-કીની મજબૂતી સિક્યોરિટી માટે Cryptography ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. પાસ-કી ફીચરનો ઉપયોગ કરતા સમયે તમારે પિન અને બાયોમૈટ્રિકનો ઉપયોગ કરવાનો હોય છે.

Gmail પાસે આવી રીતે ક્રિએટ કરાવો પાસ-કી

તમે માની લો કે તમે જીમેલમાં લોગિન કર્યું છે, ઈમેલ આઈડી નાખ્યા પછી હવે નેક્સ્ટ સ્ટેપ પર Try Another Way ઓપ્શન આવશે તેના પર ક્લિક કરો. તમે તે ઓપ્શન પર ક્લિક કરશો તો Use Passkey ફીચર આવશે તે ઓપ્શન પર ક્લિક કરો. આ ઓપ્શન પર ટેપ કરશો તેની સાથે જ તમને પાસ-કી બનાવવાનો ઓપ્શન બતાવી દેશે, તમે પીન કે પછી ફિંગરપ્રિન્ટથી પાસ-કી બનાવી શકો છો.

Passkeyને લઈને Googleનું શું કહેવું છે?

ગુગલ બ્લોગ પોસ્ટમાં આ વાતની જાણકારી આપી હતી કે, પાસવર્ડ સિવાય પાસ-કી ફીચર એકાઉન્ટને વધારે મજબૂત સિક્યોરિટી આપે છે. જો તમે પણ પાસ-કી ક્રિએટ કરી નથી તો આ ફીચરનો ઉપયોગ કરી એકાઉન્ટની સિક્યોરિટીને મજબૂત કરી શકો છો.


  • Follow us on: