• ગમે ત્યારે ગમે એટલા કાર્ડ નહીં ખરીદી શકાય
  • સરકારે સિમકાર્ડને લઈ જાહેર કરી ગાઈડલાઈન્સ
  • નિયમભંગ બદલ થશે 10 લાખનો દંડ

સાયબર ફ્રોડ, ફેક કોલ્સ, સ્કેમ અને ફ્રોડને ડામવા માટે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સિમકાર્ડને લઈને નવા નિયમનું એલાન કરી દીધું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, ફ્રોડકોલ્સને રોકવા માટે આશરે 52 લાખ ક્નેક્શનને બ્લોક કરી દેવામાં આવ્યા છે. સાયબર ફ્રોડને રોકવા માટે કેન્દ્ર સરકાર સતત પગલાં લઈ રહી છે. જેમાં હવે સિમકાર્ડના વેચાણને લઈને નિયમ પર વધુ એકવખત લગામ ખેંચવામાં આવી રહી છે.

પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરાવું પડશે

કેન્દ્ર સરકારે સિમકાર્ડ વેરિફિકેશનને લઈને નિયમ જાહેર કર્યા છે. નવા નિયમોમાં સરકાર હવે બલ્કમાં સિમકાર્ડ દેવાની સ્કિમને સંપૂર્ણ રીતે ખતમ કરી રહી છે. ટૂંકમાં હવે બલ્કમાં સિમકાર્ડ ખરીદી નહીં શકાય. દેશના કોઈ પણ ખૂણામાંથી હવે એકસાથે વધારે પડતા સિમકાર્ડ ખરીદી નહીં શકાય. સિમકાર્ડ વેચનારા માત્ર 67000 ડિલર્સને બેન કરી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિયમ અનુસાર હવે સિમકાર્ડ વેચનારે પોલીસ વેરિફિકેશન કરાવવું પડશે. આ ઉપરાંત બાયોમેટ્રિક વેરિફિકશન કરાવવું પડશે. સિમકાર્ડ વેચનારે એક રજીસ્ટ્રેશન કરાવવું પડશે. વેપારીઓના પોલીસ વેરિફિકેશનની તમામ જવાબદારી ટિલકોમ ઑપરેટરની રહેશે.

આ નિયમ જાણી લો

કોઈ નિયમને હાંસિયામાં મૂકીને સિમકાર્ડ વેચશે તો એના પર 10 લાખ રૂપિયાનો દંડ થશે. સરકારે વેપારીઓને વેરિફિકેશન માટે 12 મહિનાનો સમય આપ્યો છે. જો કોઈ વ્યક્તિ પોતાના જૂના નંબર કોઈ નવું સિમ ખરીદવા માગે છે તો આધારકાર્ડ પરનો ક્યૂઆર કોડ સ્કેન કરીને ડેમોગ્રાફિક ડેટા પણ ક્નેક્ટ કરી દેવાશે. એકસાથે ઢગલાબંધ સિમકાર્ડ ખરીદી નહીં શકાય. આ માટે સરકારે બિઝનેસ ક્નેક્શનની જોગવાઈ કરી છે. જેમાં આઈડી પ્રુફ પર 9 સિમકાર્ડ ખરીદી શકાશે. જો કોઈ વ્યક્તિ પોતાનું સિમકાર્ડ બંધ કરી દેવા માગે છે તો એ નંબર 90 દિવસ બાદ બીજાને અલોકેટ કરી દેવાશે.

  • Follow us on: