- મિત્રો, પરિવાર સાથે એન્જોય માટે ઉપડી જાઓ
- દેશના અનેક સ્થળો સસ્તા અને સુલભ છે
- 31ની ઉજવણી કરી વર્ષને યાદગાર બનાવો
નવા વર્ષને આવવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આવામાં તમે તમારા મિત્રો અને પરિવારની સાથે બહાર ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોવ તો બરાબર વિચારો છો. નવા વર્ષની સંધ્યા કોઈ સારા ટૂરિસ્ટ પ્લેસ પર જઈને રાત પસાર કરવી વધુ રોમાંચક રહેશે. ભારતમાં આવા અનેક સુંદર અને સસ્તાં સ્થળો છે. જ્યાં તમે નવા વર્ષની ઉજવણીને યાદગાર બનાવી શકો છો. તમે પર્વતોની ટોચ પર જવા માગતા હોવ કે દરિયાના તટ પર, દરેક સ્થળ વિવિધ પ્રવૃત્તિઓ અને મનોરંજનના વિકલ્પો મળી રહેશે. તો જાણો નવા વર્ષની રજા ગાળવા ઓછા ખર્ચમાં કયાં જઈ શકાય તેમ છે.
ગોવા
જો તમે નવા વર્ષની રજાઓને યાદગાર બનાવવા માગો છો તો ગોવા જવાનો વિક્લ્પ સારો રહેશે. ગોવામાં તમે સુંદર દરિયા કિનારો, લહેરાતા વૃક્ષો, ઐતિહાસિક ચર્ચથઈ લઈ ભવ્ય મનોહર કિલ્લા સુધી જોઈ શકો છો. 31 ડિસેમ્બરની રાત અહીંની ઘણી ક્લબ અને પબ્સમાં ધૂમધામથી નવા વર્ષનું સ્વાગત કરાય છે. ડીજે અને ડાંસની સાથે રંગીન આતશબાજી જોવાનો લ્હાલો લઈ શકો છો. ગોવાનું લોકલ ફૂડ અને સંગીત પણ આનંદ આપનારું છે. જેથી આ નવું વર્ષ યાદગાર બનાવવા માટે ગોવા જવું એક અદભુત વિકલ્પ છે.
મનાલી અને સિમલા
હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળોમાં મનાલી અને સિમલા નવા વર્ષની રજા માણવા માટે જાણીતા છે. અહીં તમે બરફ અને લીલોતરી ખીણો, કોતરો અને ફરવા લાયક અન્ય સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો. ડિસેમ્બર-જાન્યુઆરીમાં અહીં ઠંડી વધારે પડતી હોય છે. અહીં બરફવર્ષા પણ થતી હોય છે. તમે સિમલા શહેરમાં ફરવા જઈ શકો છો. જે બ્રિટીશ સમયની વાસ્તુકળાને દર્શાવે છે. જ્યારે મનાલીમાં સ્કીઈંગ અને ટ્રેકિંગનો આનંદ ઉઠાવી શકાય છે. 31 ડિસેમ્બરની રાત્રે અહીં ઠંડીમાં નવા વર્ષની ઉજવણી વધુ યાદગાર બનાવે છે.
ઉદયપુર
ઉદયપુરને લૅક સિટીના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં ઐતિહાકિસ કિલ્લાઓ, મહેલો અને તળાવો ઉદયપુરની સુંદરતામાં વધારો કરે છે. 31 ડિસેમ્બરે ઉદયપુરમાં એક મોટો મેળો ભરાય છે. સમગ્ર શહેરમાં નવા વર્ષનો ઉત્સાહ જોવા મળે છે. તમે અહીં મ્યુઝિયમ, વારસા સ્થળોનો પ્રવાસ કરી શકો છો. રાતે કિલ્લાની દીવાલો પર લાઈટ એન્ડ સાઉન્ડ શૉ પણ જોઈ શકો છો. પર્યટકો 31 ડિસેમ્બરે માર્ગો પર નાચતા અને ગાતા નવા વર્ષનું સ્વાગત કરે છે.