- પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસ શોધનારાઓ માટે સ્વર્ગ
- યુગલો તેમજ પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
- વરસાદ પ્રકૃતિની સુંદરતામાં વધારો
જો તમે પણ ચોમાસામાં કોઈ સારી જગ્યા પર ફેમિલી સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ભારતમાં તમે પર્યટન સ્થળોની મુલાકાત લઈ શકો છો. વરસાદની શરૂઆત થાય એટલે મોટાભાગના લોકો ફેમિલી સાથે કે પછી મિત્રો સાથે ફરવાનો પ્લાન બનાવે છે સાથે જ ઘણા લોકો સોલો ટ્રીપ પર જવાનો પણ પ્લાન કરતાં હોય છે. આ સ્થળો પર તમે મોન્સુન ટ્રીપ કરી શકો છો.

ઉદયપુર
રાજસ્થાનનું ઉદયપુર શહેર ચોમાસા દરમિયાન ફરવા માટે યોગ્ય સ્થળ છે. ઉદયપુર રોમેન્ટિક શહેરોમાંનું એક માનવામાં આવે છે. જો કે સમગ્ર ઉદયપુર તળાવો, પ્રવાસન સ્થળો અને ઐતિહાસિક સ્થળોથી ભરેલું છે, પરંતુ શહેરના મુખ્ય આકર્ષણોમાં સિટી પેલેસ અને ઉદયપુર લેક પેલેસનો સમાવેશ થાય છે, જે પ્રવાસીઓને અહીં આવવા માટે મજબૂર કરે છે. શિયાળા ઉપરાંત, ઉદયપુર જવાનો શ્રેષ્ઠ સમય ચોમાસું છે કારણ કે આ સમય દરમિયાન તમારે રાજસ્થાનની આકરી ગરમીનો સામનો કરવો પડતો નથી.

મનાલી
મનાલી પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસ શોધનારાઓ માટે સ્વર્ગ છે. બરફ આચ્છાદિત પીર પંજાલ અને ધૌલાધર પર્વતમાળાઓનો સૌથી અદભૂત નજારો આપે છે. આ સ્થળ યુગલો તેમજ પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, હિમાચલ પ્રદેશના પહાડોમાં સ્થિત મનાલી એક ઉત્તમ પર્યટન સ્થળ છે જે દિલ્હીની નજીક છે. અહીંનો નજારો તમને મંત્રમુગ્ધ કરી દેશે. અહીં તમે રોક ક્લાઈમ્બિંગ, રિવર રાફ્ટિંગ, ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ, સ્કીઈંગ અને રિવર ક્રોસિંગ જેવી પ્રવૃત્તિઓ કરી શકો છો. નવી દિલ્હીથી 537 કિલોમીટર દૂર મનાલી પહોંચવામાં લગભગ 10-12 કલાક લાગે છે.

લોનાવાલા
મુંબઈની નજીક આવેલું લોનાવાલા પણ ચોમાસા દરમિયાન ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. ખાસ કરીને જો તમે મુંબઈમાં રહો છો તો ચોમાસા દરમિયાન તમારા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. અહીં તમને ગુફાઓ, તળાવો, પર્વતમાળાઓ, લીલા ઘાટ, ધોધ અને ઘણું બધું જોવા મળશે. અહીંની હરિયાળી અને આબોહવા પ્રવાસીઓને અદ્ભુત અનુભવ આપે છે. શહેરના ભીડભાડભર્યા જીવનમાંથી કેટલીક ક્ષણો ચોરી કરવા માટે, તમે મુંબઈના આ સુંદર પહાડી વિસ્તારની મુલાકાત લઈ શકો છો.

મુન્નાર
વરસાદ દરમિયાન કેરળના મુન્નારની મુલાકાત એક અલગ અનુભવ આપી શકે છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્વર્ગથી ઓછું નથી. પાંદડાથી લઈને ડાળીઓ સુધી વરસાદ પ્રકૃતિની સુંદરતામાં વધારો કરે છે. ચાના બગીચા, ઉંચા લીલા પહાડો, ઝાકળની ચાદરથી ઘેરાયેલું આકાશ, બધું જ તમને નવો અનુભવ કરાવે છે. જો તમે પર્વતોની વચ્ચે થોડો શાંત સમય શોધી રહ્યા છો તો દક્ષિણમાં મુન્નાર એક આદર્શ સ્થળ છે.