- દર વર્ષે શ્રાવણી અમાસનો મેળો ગામમાં યોજાય છે
- ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયું છે
- તંત્ર દ્વારા મેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો
રાજકોટ-ભાવનગર હાઈવે પરના ત્રંબા ગામનો મેળો રદ કરવામાં આવ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાવાના કારણે ગામનો મેળો બંધ કરવામાં આવ્યો છે. ત્રંબા ગામે શ્રાવણી અમાસનો મેળો યોજાય છે.
ત્રંબા ગામે ભાદરવી અમાસે દર વર્ષની જેમ આ વર્ષે યોજાવાનો હતો પરંતુ ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના કારણે તંત્ર દ્વારા મેળો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ હોય મેળો રદ કરવામાં આવ્યો હતો.













