અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નિધન થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નશ્વર દેહ રાજકોટ પહોંચ્યો હતો.આ દરમિયાન અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગ્રીન ચોકડીથી નિવાસ સ્થાન સુધી યાત્રા નિકળી હતી. તેમના નશ્વર દેહને ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસસ્થાને લઈ જઈને દર્શનાર્થે મુકવામા આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ રાજકોટ પહોંચ્યા હતાં. તેમણે વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ ઉપરાંત મંત્રી મંડળના સભ્યોએ પણ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અંતિમ યાત્રા પહેલા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.


અંતિમ યાત્રા પહેલા ગાર્ડ ઓફ ઓનર આપવામા આવ્યું

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નશ્વર દેહ આજે રાજકોટ પહોંચ્યો હતો. તેમના નિવાસ સ્થાને નશ્વર દેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો હતો. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ અને લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેમની અંતિમ યાત્રાની શરૂઆત થઈ હતી. વરસતા વરસાદમાં તેમની અંતિમ યાત્રા નીકળી હતી.જેમા જોડાયેલા લોકોએ વિજયભાઈ તુમ અમર રહોના નારા લગાવ્યા હતાં. વિજય રૂપાણીને અંતિમ યાત્રા પહેલા ગાર્ડ ઓફ ઓનર આપવામા આવ્યું હતું.

  • Follow us on: