મોરબીનો મચ્છુ ડેમ જીવાદોરી સમાન છે. મોરબીમાં વરસાદનું જોર વધતા મચ્છુ ડેમ ભરાયો. મોરબીમાં 5 દિવસથી સતત વરસાદી વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદનું જોર જોવા મળ્યું. ઉપરવાસમાં સારો વરસાદ થતા મચ્છુડેમમાં પાણીનું જળસ્તર વધ્યું. મચ્છુ-2 ડેમમાં પાણીની આવક વધતા ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. વરસાદને પગલે મચ્છુ ડેમમાં પાણીની આવક સતત વધતા બપોર બાદ વધુ 2 દરવાજા ખોલવામાં આવી શકે છે.


મચ્છુ ડેમમાં પાણીની આવક

વરસાદને પગલે મચ્છુ-2 ડેમમાં 2592 ક્યુસેક પાણીની આવક થઈ. ડેમ સંપૂર્ણ ભરાતા પાણીનું સંકટ દૂર થયું. મચ્છુ-2 ડેમના દરવાજા ખોલાતા મચ્છુ ડેમના દરવાજા ખોલાતા મોરબી અને માળિયાના 29 ગામોને સાવચેત કરાયા. જેમાં લીલાપર, જોધપર, ભડીયા, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, ગુંગણ, નવા નાગડાવાસ, સોખડા, અમરનગર, બહાદુરગઢ,જેના નાગડાવાસ, અને માળીયા તાલુકાના નવાગામ, મેધપર, હરીપર, વીરવદરકા,દેરાળા, ફતેપર,સોનગઢ, મહેન્દ્રગઢ સહિત કુલ 29 ગામોને એલર્ટ કરાયા છે.

વરસાદ અને તંત્રની કામગીરીથી લોકો ત્રસ્ત

રાજ્યમાં ચોમાસુ અંતિમ ચરણમાં છે. આગામી દિવસોમાં શિયાળાની ઠંડીની શરૂઆત થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ વર્ષે રાજ્યભરમાં ચોમાસાની સિઝનનો સારો વરસાદ રહ્યો. સુરત, બનાસકાંઠા, ડાંગ, ભરૂચ, રાજકોટ અને વડોદરા સહિતના વિસ્તારો ભારેથી અતિભારે વરસાદનું જોર રહ્યું. અનેક સ્થાનો પર વરસાદી પાણી ભરાતા માર્ગો તૂટયા અને લોકોની ઘરવખરીને નુકસાન થયું તો ખેતરો બેટમાં ફેરવાયા. કેટલાક સ્થાનો પર વરસાદે વિરામ લીધા બાદ પણ ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ થયો નથી. વરસાદ અને તંત્રની નબળી કામગીરીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • Follow us on: