તાપીમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી. ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદથી ઓલણ નદી ગાંડીતૂર બની. વરસાદી પાણી ભરાતા નદી બે કાંઠે વહેતી થઈ. નદીનો ધસમસતો પ્રવાહ જોવા આસપાસના સ્થાનિકો ઉમટી પડ્યો. નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પંચોલ આશ્રમ નજીકથી વહેતી ઓલણ નદીના સુંદર દ્ર્શ્યો સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે. ઉનાળાની ગરમીમાં નદીઓના પાણી ઓસરી ગયા હતા. વરસાદના આગમનથી નદીઓ છલકાવા લાગી. ઓલણ નદી બે કાંઠે વહેતી થયાના નજારો વધુ અદભૂત અને આહ્લાદ લાગે છે.
ઓલણ નદીમાં નવા નીર આવ્યા













