• નર્મદા ડેમમાં જળ સપાટી 135.02 મીટર પર
  • ઉપરવાસમાંથી 84, 718 ક્યુસેક પાણીની આવક
  • 5 દરવાજામાંથી 20 હજાર ક્યુસેક પાણીની જાવક

નર્મદા સરદાર સરોવરની જળ સપાટીમા સામન્ય વધારો થયો છે.રિવરબેડ પાવર હાઉસ દ્વારા 41, 460 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.કેનાલમાં 22, 977 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે.નર્મદા ડેમમાં 4617.20 mcm પાણીનો લાઈવ સ્ટોરેજ હાલમાં છે.સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 6 સેમીનો વધારો થયો છે.

જળ સપાટીમાં સામાન્ય વધારો

નર્મદા ડેમની જળ સપાટી 135.02 મીટર પર પહોંચી છે,ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે,ઉપરવાસમાંથી 84,718 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે.નર્મદા ડેમના 5 ગેટ 0.6 મીટર ખોલવામા આવ્યા છે.ગેટ માંથી 20,000 હજાર કયુસેક પાણીની જાવક નોંધાઈ છે,રિવરબેડ પાવરહાઉસમાંથી 41460 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.કેનાલ હેડ પાવરહાઉસમાંથી 22,977 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.નર્મદા ડેમ માંથી કુલ 66,437 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક

ગુજરાતનો સૌથી મોટો અને જીવાદોરી ડેમ એટલે નર્મદા ડેમ આ ડેમ 90 ટકા ભરાઈ ગયો છે,ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે.મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમના દરવાજાઓ ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. નર્મદા ડેમમાં 87.72 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયેલો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે એટલે ડેમ હજી 2 મીટર જેટલો ખાલી રહી ગયો છે.

 

  • Follow us on: