• રતનપર ગામથી રાજકોટ તરફ યાત્રા રવાના થઈ
  • રૂટ પર 3થી 4 જગ્યાએ કરવામાં આવ્યુ સ્વાગત
  • બપોરે 2 વાગ્યા આસપાસ રાજકોટમાં પ્રવેશ કરશે

કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે,આ યાત્રા રતનપર ગામથી રાજકોટ તરફ રવાના થઈ છે,અલગ-અલગ જગ્યાએ યાત્રાનું સ્વાગત કરાયું છે.ત્રણથી ચાર રૂટ પર આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા હતા,બપોરે 2 વાગ્યાબાદ યાત્રા રાજકોટમાં પ્રવેશશે અને ત્યારબાદ ઢેબર ચોકમાં સભા યોજાશે.

કોંગ્રેસની સંવેદના સભા

આજે રાજકોટમાં કોંગ્રેસની સંવેદના સભા યોજાશે જેમાં શકિતસિંહ ગોહીલ હાજર રહેશે,સભામાં અલગ-અલગ મુદાઓ પર ચર્ચા પણ કરવામાં આવશે.વડોદરા હરણી બોટકાંડ, મોરબી બ્રિજકાંડ, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ, કાંકરિયા રાઈડકાંડ, તક્ષશિલા આગકાંડ જેવા અનેક બનાવો બન્યા છે. આ બનાવોમાં ઘણા નિર્દોષે જીવ ગુમાવ્યો છે. ભોગ બનનારના પરિવારોને યોગ્ય ન્યાય નથી મળતો તેમજ આરોપીઓને સજા કરવામાં આવતી નથી તેવા આક્ષેપ સાથે કોંગ્રેસે ગુજરાત ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે.

સોમવારે પણ યાત્રા નિકળશે

મોરબી રોડ જકાતનાકાથી ગ્રીનલેન્‍ડ ચોકડી, કુવાડવા રોડ, રણછોડદાસબાપુના આશ્રમ થઈ પારેવડી ચોકથી હોસ્‍પિટલ ચોક, ત્રિકોણ બાગ પહોંચશે જ્યાં પાંચ કલાકે સંવેદના સભા રાખવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્‍યક્ષ શક્‍તિસિંહ ગોહિલ સભાને સંબોધન કરશે. સોમવારે સવારે 9 કલાકે ન્‍યાય યાત્રા નાગર બોર્ડિંગથી વિદ્યાનગર મેઇન રોડ, કેનાલ રોડ જિલ્લા ગાર્ડન ચોક, રામનાથ પરા, ભાવનગર રોડથી સંત કબીર રોડ પહોંચશે અને ત્યાંથી અમદાવાદ હાઈવે તરફ રવાના થશે.

  • Follow us on: