બોલીવુડની દિગ્ગજ એક્ટ્રેસ ડિમ્પલ કાપાડિયા 69 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ફિટ જોવા મળે છે. આનું એક તાજું ઉદાહરણ તાજેતરમાં જ એરપોર્ટ પર જોવા મળ્યું, જ્યાં તેઓ પોતાની દીકરી અને એક્ટ્રેસ ટ્વિન્કલ ખન્ના સાથે જોવા મળ્યા હતા
આ તસવીરોની સૌથી ખાસ વાત એ છે કે આમાં એક સાથે ત્રણ પેઢીઓ જોવા મળી રહી છે. ડિમ્પલ અને ટ્વિન્કલ સિવાય આમાં ટ્વિન્કલ અને અક્ષય કુમારની દીકરી નિતારા કુમાર પણ જોવા મળી રહી છે
ટ્વિન્કલ અને ડિમ્પલના લુકની તો ફેન્સ ચર્ચા કરી જ રહ્યા છે, અક્ષય અને ટ્વિન્કલની દીકરી નિતારાની પણ ચર્ચા થઈ રહી છે. નિતારાએ ફેન્સનું દિલ પોતાની સાદગીથી જીતી લીધું
આ દરમિયાન ટ્વિન્કલ અને ડિમ્પલે પેપરાઝીને જોરદાર પોઝ આપ્યા. આ દરમિયાન ટ્વિન્કલ કરતાં ડિમ્પલનો સ્વેગ વધુ દમદાર રહ્યો. તેમનો સ્ટનિંગ લુક જોઈને ફેન્સ એ પણ ભૂલી ગયા કે તેમની ઉંમર 69 વર્ષ છે
ટ્વિન્કલના લુકની વાત કરીએ તો, તેણે વ્હાઇટ ટોપની સાથે બેજ ટ્રાઉઝર અને ટેક્સચર્ડ ઓવરસાઇઝ્ડ જેકેટ પહેરી રાખ્યું હતું
જ્યારે ટ્વિન્કલની માતા એટલે કે ડિમ્પલ ગ્રે રંગના સ્ટાઇલિશ અને ટેક્સચર્ડ ઓવરકોટમાં પોતાની દીકરી કરતાં પણ વધુ સ્ટાઇલિશ લાગી રહ્યા હતા
ડિમ્પલે હાલમાં,જ પોતાનો 69મો જન્મદિવસ ઉજવ્યો હતો. 8 જૂને તેમનો જન્મદિવસ હતો.