એક્ટિંગમાં આવ્યા પહેલાં શું કામ કરતા હતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાઘા? જાણીને આશ્ચર્ય થશે

credits: Instagram

સિટકોમ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ કેટલાય એક્ટર્સને દેશભરમાં ભારે પોપ્યુલારિટી અપાવી છે

આમાં એક નામ તન્મય વેકરિયાનું પણ છે. તેઓ આ શોમાં બાઘાનું પાત્ર ભજવે છે, જે જેઠાલાલની દુકાને કામ કરે છે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પહેલા તન્મય FIR, ઢૂંઢતે રહ જાઓગે જેવા શોઝમાં પણ જોવા મળ્યા હતા, પરંતુ તેમને અસલી ઓળખ તારક મહેતા શોએ જ અપાવી છે

આજે તેઓ પોતાના અસલી નામથી ઓછા અને આ શોમાં ભજવેલા બાઘાના પાત્રથી વધુ ફેમસ છે, તન્મય વેકરિયા વિશે એવું જણાવવામાં આવે છે કે એક્ટિંગમાં આવ્યા પહેલા તેઓ એક બેંકમાં નોકરી કરતા હતા

જ્યાં તેમને મહિનાનો માત્ર 4 હજાર રૂપિયા પગાર મળતો હતો. પરંતુ આજે તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માટે મોટી રકમ ચાર્જ કરે છે

રિપોર્ટ્સનું માનીએ તો તન્મય વેકરિયા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક એપિસોડ માટે 22 હજાર રૂપિયા ફી ચાર્જ કરે છે તેઓ આ શોના પરમેનન્ટ પાત્રોમાં સામેલ છે. એવામાં તેઓ આ શોના માધ્યમથી મહિનાની 5 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે

આ શો મહિનામાં 26 દિવસ ટેલિકાસ્ટ થાય છે. બાઘાનું પાત્ર લગભગ દરેક એપિસોડનો હિસ્સો હોય છે. આ શો વર્ષ 2008માં શરૂ થયો હતો અને તન્મય વર્ષ 2010માં આ શો સાથે જોડાયા હતા. 16 વર્ષોમાં આ શોએ તેમને અઢળક લોકપ્રિયતા આપી છે

More Web Stories

પ્રેગ્નન્સી ગ્લો અને 90ના દાયકાની સ્ટાઈલ! સુરભી જ્યોતિએ પોલ્કા ડોટ લુકમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પમનીષા રાનીનું ધમાકેદાર બર્થડે સેલિબ્રેશન! બેડરૂમમાંથી શેર કરી સેલિબ્રેશનની ગ્લેમરસ તસવીરો69 વર્ષની ઉંમરે પણ અદભુત ફિટનેસ! એરપોર્ટ પર ડિમ્પલ કપાડિયાનો ગ્લેમરસ લુક વાયરલ!50 પાર છતાં ગ્લેમરમાં નંબર 1! આ હસીનાઓ સામે યંગ એક્ટ્રેસિસ પણ લાગે ફીકી!View All