ટીવી શો 'કુમકુમ ભાગ્ય' ફેમ એક્ટ્રેસ સંચિતા ઉગલેએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ સમાચારથી તેમના ફેન્સ શોકમાં છે
સંચિતા ઉગલે ટીવી ઇન્ડસ્ટ્રીના ઉભરતા એક્ટ્રેસ હતા. તેમણે પોતાના અભિનય કરિયરની શરૂઆત નાની ભૂમિકાઓથી કરી હતી અને ઇન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી હતી
તેમને સૌથી વધુ લોકપ્રિયતા પ્રખ્યાત શો 'કુમકુમ ભાગ્ય' માં 'દિયા' ના પાત્રથી મળી હતી. આ શોએ તેમને ઘરે-ઘરે ઓળખ અપાવી હતી
આ સિવાય તેમણે 'વાગલે કી દુનિયા' માં રુચિતા જેટલીની ભૂમિકા ભજવી હતી
બાદમાં તેઓ શો 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' માં 'સુકૂન' નો રોલ પ્લે કરતા જોવા મળ્યા હતા, જેનાથી તેમની લોકપ્રિયતા વધુ વધી હતી
અભિનય સિવાય એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા હતા. ઇન્સ્ટાગ્રામ પર તેમના 139K ફોલોઅર્સ છે
એક્ટ્રેસના અવસાનના સમાચારથી તેમના પ્રશંસકો આઘાતમાં છે, એક્ટ્રેસે તાજેતરમાં જ એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, જેના પર લોકો હવે પ્રતિક્રિયા આપી રહ્યા છે
સંચિતા મુંબઈ નજીક આવેલા નાલાસોપારા વિસ્તારમાં અચોલે પોલીસ સ્ટેશનની હદમાં રહેતા હતા
આ ઘટના ગઈકાલે સાંજે 6:30 વાગ્યાથી લઈને 7:30 વાગ્યાની વચ્ચેની હોવાનું કહેવાય રહ્યું છે, જો કે સુસાઈડનું કારણ જાણવા મળ્યું નથી.