કુબેર ભંડારી મંદિર, ધન અને સમૃદ્ધિના દેવ, ભોલેનાથના દર્શનનો ભક્તોએ લાભ લીધો
નર્મદા કાંઠે આવેલ કુબેર ભંડારી મહાદેવના દર્શનનો પવિત્ર મહિમા છે, આ મંદિર ધનના દેવતા કુબેરને સમર્પિત છે
આશરે ૨૫૦૦ વર્ષ જૂનું આ પ્રાચીન મંદિર વિશ્વનું એકમાત્ર એવું સ્થાન છે જ્યાં ભગવાન શિવની પૂજા ધનના દેવતા 'કુબેર ભંડારી' સ્વરૂપે થાય છે.
પૌરાણિક માન્યતા અનુસાર, ભક્તોને અન્ન અને જળની ક્યારેય અછત ન પડે તે માટે ખુદ ભગવાન શિવે આ સ્થળે કુબેર ભંડારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું.
કુબેર ભંડારી મંદિરમાં સોમવારના દિવસે પવિત્ર જળ અને દૂધથી અભિષેક કરી ભક્તોએ ભોલેનાથના દર્શનનો લાભ લીધો
ધનતેરસ અને દિવાળીના પાવન અવસરે દર્શન અને પૂજાનું અનેરું મહત્ત્વ છે,શ્રદ્ધાળુઓ શ્રૃંગાર આરતીના દર્શન કરવા ઉમટે છે
. આ પવિત્ર તીર્થધામમાં દર્શન કરવાથી ભક્તોના જીવનમાં સુખ, શાંતિ, આર્થિક સમૃદ્ધિ અને અખૂટ ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે તેવી પ્રબળ શ્રદ્ધા છે.