છોડ સુકાઈ રહ્યા છે? રસોડાની આ 5 વસ્તુઓથી બનાવો બેસ્ટ નેચરલ ટોનિક, છોડ થઈ જશે લીલાછમ

રસોઈ દરમિયાન નીકળતી કેટલીક નકામી વસ્તુઓમાંથી અદભુત ઓર્ગેનિક લિક્વિડ ટોનિક બનાવી શકો છો, જે છોડને નવું જીવન આપશે.

ચા બનાવ્યા પછી વધેલી પત્તીને ધોઈને સુકવી લો, આ નાઇટ્રોજનયુક્ત ઓર્ગેનિક ટોનિક છોડનો ગ્રોથ ડબલ કરી દે છે.

કેળાની છાલને પાણીમાં 2-3દિવસ પલાળી રાખી તે પાણી છોડમાં નાખવાથી પોટેશિયમ ભરપૂર માત્રામાં મળે છે.

ડુંગળી (કાંદા) ની છાલને પાણીમાં ઉકાળી અથવા પલાળીને બનાવેલું પ્રવાહી છોડને રોગોથી બચાવતું અદભુત ટોનિક છે.

ઈંડાના ફોતરાંને પીસીને તેનો પાવડર માટીમાં ભેળવવાથી પ્લાન્ટ્સને પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે.

એક લીટર પાણીમાં એક ચમચી એપ્સમ સોલ્ટ ઓગાળીને છાંટવાથી પાંદડા એકદમ લીલાછમ અને ચમકદાર બને છે.

આ તમામ નેચરલ ટોનિક્સ સસ્તા, કેમિકલ વગરના અને ઘરે સરળતાથી ઉપલબ્ધ હોવાથી છોડને ક્યારેય નુકસાન કરતા નથી.

રસોઈ બનાવતી વખતે દાળ અને ચોખા ધોયેલું પાણી છોડ માટે બેસ્ટ નેચરલ ન્યુટ્રિશન ટોનિકનું કામ કરે છે.

More Web Stories

ચીન પાસે છે વિશાળ સોનાનો ભંડાર,ડૉલરને પછાડવા ચીન રમી રહ્યું છે મોટી રમતફ્રિજમાંથી આવતી અસહ્ય બદબૂથી છો પરેશાન? અપનાવો આ સરળ ઘરેલું ઉપાયોરોજ 15 દિવસ દાડમનું જ્યુસ પીવાથી શરીરમાં શું ફેરફાર થાય છે?ગુણોનો ભંડાર છે પરવળ,વજન ઘટાડવાથી લઈને લીવરને સ્વસ્થ રાખવા સુધીના અદ્ભુત ફાયદાView All